ખેલમાં ખલેલ:વડસર ગામના ભોયણીવાળા વાસમાંથી નવ જેટલા શકુનિઓ રુપિયા 27,500 સાથે પકડાયા

કલોલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વરસાદની સીઝન શરૂ થતા જેમ જમીનમાંથી જીવજંતુ બહાર આવે છે એમ શ્રાવણમાં શરૂ થતાં જ શકુનીઓ પણ એક્ટિવ થઈ જાય છે. એવા જ જુગારીયાઓની સાંતેજ પોલીસને ટેલીફોનિક બાતમી મળતા વડસર ગામના ભોયણીવાસમાં રણજીતસિંહ કાળાજી ના ઘર ની પાછળ કેટલાક જુગારીઓ બાજીનો ખેલ માંડીને બેઠા હતા.. બાતમીના આધારે સ્થળ ઉપર જતા. થોડે દુર પોલીસ વાહન ઊભું રાખીને નજીક જતા જોતા કેટલાક માણસો ગોળ કુંડાળું કરીને જુગાર રમતા હતા. તરત જ સાતેજ પોલીસ માણસોને એકદમ દોડી કોડન કરી. પ્લાસ્ટિકની કોથળી પાથરી જમીન ઉપર પાના પત્તા તથા પૈસા વેરણ છેરણ હાલતમાં નવ જેટલા શકુનિઓને ઝડપી પાડ્યા હતા.​​​​​​

તમામ આરોપીને જુગાર રમતા સાંતેજ પોલીસે ઝડપી પાડ્યા છે. જે જુગારના દાવમાં કુલ ટોટલ 27,500 અને પાના સાથે 9 શકુનિઓ ઝડપી તેમના વિરુદ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...