કલોલમાં ખાનગી રહે મળેલી બાતમી મુજબ કલોલ શહેર પોલીસે કલોલના પૂર્વ વિસ્તારમાં જુગાર રમતા શકુનિઓને રંગેહાથ પકડી લેવામાં આવ્યા હતા. જેમાં પોલીસે આઠ જેટલા જુગારીઓ ઉપર 54,700ના મુદ્દામાલ સાથે ઝડપીને કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.
જુગારીયાઓને જુગાર રમવા માટે શ્રાવણ મહિનાની જરૂર નથી હોતી. એવી જ રીતે કલોલમાં જુગારીયાઓ પોતાની મરજી મુજબ પૈસાની હાર જીત કરવા માટે પત્તા લઈને બેસી જાય છે. ત્યારે કલોલ શહેરના રેલવે પૂર્વક ગોસાઈકુંજ સોસાયટી પાસે આવેલા કાલેશ્વર મહાદેવ મંદિરની પાસે ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો જાહેરમાં ભેગા થઈને પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા.
જે વાતની જાણ કલોલ શહેરના પોલીસને થઈ હતી. બાતમીના આધારે કલોલ શહેર પોલીસ સ્થળ ઉપર પહોંચી રેડ કરી હતી. જે વખતે કેટલાક ઈસમો ગોળ કુંડાળું કરીને જાહેરમાં જુગાર રમતા જણાઈ આવ્યા હતા. પોલીસે ત્યાં જઈને ઓર્ડર કરી તેઓને જુગાર રમતા રંગે હાથ પકડી પાડ્યા હતા.
પોલીસે પકડેલા જુગારીઓનું નામ પૂછતા (1) ક્રિષ્ના દિનેશ લુહાર, (2) શંકરગીરી લાલગીરી ગોસ્વામી, (3) ગોવિંદ ભીખા રાવળ, (4) અજય જીતુ રાવળ, (5) રાજેન્દ્ર જયંતિગીરી ગોસ્વામી, (6) સુનિલ દશરથ રાવળ, (7) ગણપતસિંહ તુલસી ગોહિલ, (8) સાગર વિક્રમ લુહાર આ તમામને ઝડપી લીધા હતા. તેમની પાસેથી દાવ ઉપર પકડાયેલા પૈસા અંદાજિત રોકડા 29,700 તેમજ 5 મોબાઇલ ફોનની કિંમત 25,000 રૂપિયા તેમજ કુલ 54,700ના મુદ્દામાલ સાથે ઝડપી કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.