તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કેમિકલયુક્ત પાણી પકડાવાના મામલામાં એશિયન ટ્યૂબ કંપનીના સંચાલકોની ધરપકડ

કલોલ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ટેન્કરના 2 ચાલક અને ફેક્ટરીના મેનેજર સહિત અન્ય 1 સામે ફરિયાદ થઈ છે
  • કલોલની કોર્ટમાં રજૂ કરવામાં આવતાં 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

એસિડયુક્ત કેમિકલવાળું પાણી ટેન્કરોમાં ભરી ગેરકાયદે નિકાલ કરવા નીકળેલા બે ટેન્કર અને પોલીસે ઝડપી લીધા હતા ટેન્કરો છત્રાલની એશિયન ટ્યુબ કંપનીમાંથી ભરીને આવ્યા હોવાનું જણાતા પોલીસે ટેન્કરના બે ચાલકો તથા કંપનીના મેનેજર અને ટેન્કર ભરવાની સૂચના આપનાર સામે ફરિયાદ દાખલ કરી પોલીસે કંપનીના બે સંચાલકની ધરપકડ કરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે કલોલના હાઇવે ઉપરથી ગાંધીનગર એલસીબી પોલીસે પ્રદૂષિત પાણી ભરેલા બે ટેન્કર ઝડપી લીધા હતા આ ટેન્કરોમાં કંપનીનું એસિડયુક્ત કેમિકલ પાણી હોવાનું માલુમ પડતા પોલીસે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને ઘટનાસ્થળે બોલાવી લીધા હતા અને તપાસ હાથ ધરતા આ પાણી પર્યાવરણને નુકસાન કરતું હોવાનું માલુમ પડ્યું હતું જેથી આ ટેન્કરો જપ્ત કરવામાં આવ્યા હતા તેમ જ આ ટેન્કર છત્રાલની એશિયન ટ્યુબ કંપનીમાંથી ભરીને લાવ્યા હોવાનું માલુમ પડતા ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવતા ત્યાંથી કેમિકલયુક્ત પાણી મળી આવ્યું હતું.

જેથી પોલીસે ટેન્કરના બે ચાલકો તેમજ તેમને ટેન્કર ભરવાની સૂચના આપનાર શખ્સે અને કંપનીના મેનેજર સામે ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ પોલીસે સંચાલક બજરંગ લાલ લક્ષ્મીનારાયણ અગ્રવાલ તથા આદિત્ય ઓમ પ્રકાશ અગ્રવાલ બંને રહે અમદાવાદને ઝડપી લીધા હતા અને તેમને રિમાન્ડ અર્થે કલોલની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા પોલીસે તેમની સામે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ગોરખધંધામાં પકડાયેલા આરોપીઓ
ગેરકાયદે રીતે કેમિકલનો નિકાલનો ગોરખધંધો સામે આવ્યો છે. જેમા પોલીસે એસિડ ભરાવનાર ટેન્કર માલિક જકશી કાના ભરવાડ (રહે, નાંદેજ બારેજડી અમદાવાદ) એશિયન કંપનીનો મેનેજર બિપીન સુથાર (રહે, કડી) એશિયન ટ્યુબ કંપનીનો એમડી બજરંગલાલ લક્ષ્મીનારાયણ અગ્રવાલ અને આદિત્ય ઓમપ્રકાશ અગ્રવાલ (બંને રહે, નુતન સોસા, અમદાવાદ), રમેશ ગીગા મોઢવાડીયા ( રહે, સોહમ સોસા. અમદાવાદ) અને ચંન્દ્ર પ્રકાશ વિજયસિંહ રાવત (રાજસ્થાન)ને ઝડપી લીધા હતા. જ્યારે એસીડ ભરી આપનાર અજીત સોનાજી પઢીયાર (મહેસાણા) મીડીયેટર સાકીર ફરાર છે.

નારોલ અને વટવાની ગટરમાં પોલીસે તપાસ કરી
આરોપીઓ વટવા, નારોલની ગટરમાં કેમિકલનો નિકાલ કરતા હતા.જેથી પોલીસે તપાસ કરી સેમ્પલ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને આપ્યા.

એક દાયકામાં 2 ટેન્કરોએ 53 ફેરા લગાવ્યા હતા
અત્યાર સુધીમાં એશિયન કંપનીમાંથી 3 ફેરા, સાતેજની અશ્વિન ફાસ્ટનર્સમાંથી 2, ગુજરાત સાણંદની એક કંપનીમાંથી 7 ફેરા વડોદરા જીઆઇડીસી મંજુસરમાં આવેલી કેમીનો કેમિકલ્સમાંથી 5, વડોદરાની દીપક નાઇટ્રાઇટમાંથી 10, પાલ કેમિકલ્સમાંથી 5 ફેરા, કેમટેક કેમિકલ્સમાંથી 7 ફેરા, ખંભાતની ગુજરાત ફલોરો કંપનીમાંથી 8 અને દહેજની સ્ટર્લીંગ કેમિકલ કંપનીમાંથી 6 વખત કેમિકલ યુક્ત દૂષિત પાણી ભરીને નિકાલ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...