તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનમાની:રાંચરડામાં સ્કૂલ સંચાલકોની મનમાની: ફી ન ભરતાં વિદ્યાર્થિનીનું LC દબાવી રાખ્યું

કલોલ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ નહીં મળતાં વિદ્યાર્થિની 2 વર્ષથી ઘરે બેસી રહી છે
 • પિતાને ધંધામાં નુકસાન જતાં ફી ભરી શક્યા ન હતા: મુદત માગવા છતાં સંચાલકો માન્યા નહીં

કલોલ તાલુકાના રાંચરડા ગામે આવેલ ખાનગી સ્કૂલના સંચાલકોએ ફીના ભરી શકનાર વિદ્યાર્થિનીનું સ્કૂલ સર્ટિફિકેટ દબાવી રાખતા વિદ્યાર્થિનીનો બે વર્ષનો અભ્યાસ બગડ્યો છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મેળવવા તેના પિતાએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને માગણી કરી છે આ અંગે મળતી વિગતો મુજબ કલોલ તાલુકાના રાંચરડા ગામે આવેલ કેલોક્ષ આેલીવ સ્કૂલના સંચાલકોએ ફી ન ભરનાર વિદ્યાર્થિનીનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ દબાવી રાખ્યું છે.

અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા સંદીપભાઈ મોરીની દીકરી દીતિ કલોલના રાચરડા ગામે આવેલ આ સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતી હતી ત્યારે સંજોગોવસાત તેના પિતાને ધંધામાં ભારે નુકસાન થતાં તેઓ દીકરીની સ્કૂલની ફી 3,25,000 ભરી શક્યા ન હતા જેથી સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીને ધોરણ 6 માં બેસવા દેવામાં આવી ન હતી અને ફી ભરે તો જ આગળના ધોરણમાં અભ્યાસ કરવા દેવામાં આવશે તેમ જણાવી દેવામાં આવ્યું હતું જેથી વિદ્યાર્થિનીના પિતાએ પોતાની દીકરી નો અભ્યાસ ન બગડે તે માટે તેઓ સ્કૂલમાં ફી ભરવા તૈયાર હતા પણ આર્થિક મુશ્કેલીને કારણે તેઓ ફી ભરી શકતા ન હતા જેથી તેમણે થી ભરવા માટે થોડી મુદત માગી હતી તેમ છતાં સ્કૂલના સંચાલકો દીકરીને અભ્યાસ કરવા દેવા તૈયાર ન હતા

આ તરફ દીકરીના પિતાએ પોતાની દીકરીનો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપી દેવાની માગણી કરી હતી અને ફીની વ્યવસ્થા થશે એટલે ફી પૂરેપૂરી ભરી દેશે તેમ જણાવ્યું હતું જ્યારે સ્કૂલના સંચાલકોએ પોતાની મનમાની કરી જ્યાં સુધી તેઓ વિદ્યાર્થિનીની બાકીની ફી ભરી ન જાય ત્યાં સુધી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપશે નહીં તેમ જણાવી દીધું હતું

સ્કૂલના સંચાલકોએ ફીના ભરી શકનાર વિદ્યાર્થિનીનેે એલસી પણ નહી આપતા તેનો અભ્યાસ બગડયો હતો તેના પિતા ભારે આર્થિક મુશ્કેલીને કારણે છેલ્લા બે વર્ષથી ફી ન ભરી શકતા વિદ્યાર્થીની બે વર્ષથી ઘરે બેસી રહી છે અને તેનો અભ્યાસ બગડી રહ્યો છે ખાનગી સ્કૂલના સંચાલકોની દાદાગીરી સામે વાલીઓને નમતું જોખવું પડતું હોય છે ત્યારે આ બનાવવા વિદ્યાર્થીના વાલી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને યોગ્ય કરવાની માગણી કરવામાં આવી છે

દરમિયાન વિદ્યાર્થિનીના પિતાએ સ્કૂલની ફી ભરવા માટે એક વર્ષની મુદત માગી છે તેમ છતાં સ્કૂલના સંચાલકો કોઈ જ મુદ્દત આપવા તૈયાર નથી તેમ દીકરીના પિતાએ જણાવ્યું હતું ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે.અક તરફ સરકાર કોરોનાના કારણે શાળાના સંચાલકોને કોઈ વાલીઓ સંજાગોવશાત ફી ન ભરી શકે તો તેમના પર દબાણ ન કરવુ તેવા આદેશ આપે છે પણ રાંચરડાની સ્કૂલના સંચાલકોએ આવી મનમાની કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો