"અમારી માગો પૂરી કરો":કલોલમાં આંગણવાડી બહેનોએ પગાર વધારા અને પડતર પ્રશ્નો મામલે હડતાલ કરી; મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

કલોલએક મહિનો પહેલા

ગુજરાતની આંગણવાડી કાર્યકરો દ્વારા તેમના વણઉકેલ્યા પ્રશ્નોની ઘણા લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂઆત કરીને સમાધાન કરી ઉકેલ લાવવા પ્રયત્નો કરાયા છે. તેમ છતાં આજ દિન સુધી તેનો કોઈ સંતોષકારક જવાબ મળેલો નથી. જેના કારણે સરકારની કાર્યશૈલીથી નારાજ મહિલા કર્મચારીઓ આંદોલનના માર્ગે જાય તેવી શક્યતાઓ રહેલી છે. જેથી આંગણવાડી બહેનોએ સરકારને વિનંતી કરી છે કે તેમના વ્યાજબી પ્રશ્નો પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચારી તેની ચર્ચા અર્થે સમય ફાળવી તેનો ઉકેલ લાવવા મહેરબાની કરે. જેના ભાગરૂપે કલોલમાં આંગણવાડી બહેનોએ પગાર વધારાની બાબતને લઈને હડતાલ કરી હતી. તેમણે મામલતદારને આવેદનપત્ર પાઠવી તમામ રજૂઆતો કરી હતી.

મહિલા કર્મચારીને સરકારી કર્મચારી તરીકે જાહેર કરવાની પણ માંગ
કાર્યકરો મુખ્યત્વે એમના 10 મુદ્દાને લઈને હડતાલ ઉપર ઉતરી ગયા હતા. માનદવેતનના નામે નજીવા વેતનથી કામ કરતી મહિલાઓને મિનિમમ વેજીસ એક્ટ હેઠળ થતું મહેનતાણું ચુકવી આપવાની સાથે લઘુત્તમ માસિક 18 હજારથી 22 હજારની બહેનોની માંગણી હતી. સરકારના તમામ ધારા ધોરણ અનુસાર કામ કરતી મહિલા કર્મચારીને સરકારી કર્મચારી તરીકે જાહેર કરવાની પણ માંગ છે. ઉપરાંત આંગણવાડીનો સમય 10થી 4નો કરવા, નિવૃત થયા પછી જેમ સરકારી કર્મચારીને લાભ મળે છે તે તમામ લાભ પણ આંગણવાડી બહેનોને મળવા જોઈએ, તેડાઘરને કાર્યકરનું તથા કાર્યકરને મુખ્ય સેવિકાની નામ નિયુક્તિ કોઈપણ જાતની વયમર્યાદા સિવાય 45 વર્ષની વયમર્યાદાનો પરિપત્ર કરવા માગ કરાઈ છે.

કાર્ય બોજ હળવો કરવા પણ મોટી માંગ ઉઠી ​​​​​​​
ઉપરાંત સરકારની યોજનાઓ જેવી કે પોષણ સુધા, વાલી દિકરી, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, દૂધ સંજીવની યોજના આ તમામ યોજનાઓને ન્યાય આપવાનું તથા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું તેમજ અવારનવાર સોંપવામાં આવતા અન્ય કાર્યો, તાલીમ તેમજ મીટીંગ વગેરે કાર્યોનો બોજ ધાર્યા કરતા ઘણો જ વધારે છે. જેના લીદે આટલા બધા બહુ જ હેઠળ દબાયેલી મહિલા કામદારો પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે અને ઓછા વેતને પોતાનો ઘરસંસાર ચલાવી શકતી નથી જેથી જે કાર્ય બોજ હળવો કરવા પણ મોટી માંગ ઉઠી હતી.

આંગણવાડી બહેનોએ પગાર વધારાની બાબતને લઈને હડતાલ કરી
​​​​​​​મીની આંગણવાડીની પ્રથા બંધ કરી તેની રેગ્યુલર આંગણવાડીનો દરજ્જો આપવા તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપતા કાર્યકરોને પણ પ્રાથમિક શિક્ષણ આપતા કર્મચારીની જેમ વેતન અને સુવિધા આપો તેવી પણ માંગણીઓ કલોલ તાલુકાની આંગણવાડી બહેન દ્વારા કરવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...