હારીજ ખાતે રહેતા નિકિતા સહદેવસિંહ બળવંતસિંહ ચૌહાણ જેઓ ગઈ તારીખ ભાભીના ભાઈને મળવા માટે કલોલ ખાતે આવ્યા હતા. ભાભીના ભાઈને મળીને જ્યારે પરત હારીજ ખાતે જવા માટે નીકળ્યા. ત્યારે કલોલ અંબિકા બસ સ્ટેન્ડ પાસે કોઈ ગઠિયો રોકડ રકમ તેમજ દાગીના વાળી થેલી બસમાં ચડતી વખત જ ફેરવી ગયો.
હારીજ ખાતે રહેતો દરબાર પરિવાર પરણાવેલી કલોલની દીકરી તેમજ નણંદ તેમજ સાસુ કલોલ ખાતે વહુના ભાઈ બહાદુરસિંહ નવાજી વાઘેલાને જેવો રહે કરોલ શરણમ ગ્રીન્સ મકાન નંબર એ-202માં મળવા માટે આવ્યા હતા.
મુલાકાત થયા બાદ તેઓ અંદાજિત બે વાગ્યાની આસપાસ કલોલ ખાતેના શરણમ ગ્રીન્સ માંથી નીકળી કલોલ અંબિકા બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા હતા. કલોલ અંબિકા બસ સ્ટેન્ડથી પોતાના વતન હારીજ પાછા જવા માટે તેઓને બસ પકડવાની હોવાથી તેઓ અંબિકા બસ સ્ટેન્ડે બસની રાહ જોતા હતા. તે સમય દરમિયાન અમદાવાદ તરફથી રાધનપુર જવા માટે લગભગ અઢી વાગે બસ આવી હતી.
તે સમયે નણંદ નિકિતા સહદેવસિંહ ચૌહાણ બસમાં ભીડ હોવાને કારણે ઉપર ચડતા પીળા કલરના કપડાની બેગમાં મુકેલ પાકીટ કોઈ સેરવી ગયું. જે પાકીટમાં સોનાની ચેન પેન્ડલ તેમજ સોનાની એક ઝુમ્મર બુટ્ટી, કાનનો સેટ તેમજ રોકડ રકમ 2400ની ચોરી થઈને માલુમ થતા ફરિયાદ દાખલ કરાવવા માટે કલોલ શહેર પોલીસ સ્ટેશન પહોંચ્યા.
જ્યાં તેઓએ કોઈ અજાણ્યો ઈસમ બસમાં ચડતી વખતે ભીડનો લાભ ઉઠાવી દાગીના તેમજ રોકડ રકમ કુલ રૂ.1,68,900ની મત્તાની ચોરી કરી હોવાની ફરિયાદ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.