સારવાર દરમિયાન મોત:સાંતેજની કંપનીના ઘાયલ કામદારનું મોત નીપજ્યું, કામદાર પર મશીનની પાઇપ પડી હતી

કલોલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કલોલ તાલુકાના સાંતેજની કંપનીમાં એક કામદારને મશીનની પાઇપ વાગતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર વિભાગ-2માં રહેતા 29 વર્ષિય લીટારામ હદીબંધુ હંસદા કલોલ તાલુકાના સાંતેજ વિસ્તારમાં આવેલ ટેકનોમેક રોલ મેન્યુફેક્ચર પ્રા.લી કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

જેઓ તા.1 મે ના રોજ કંપનીમાં ફરજ પર હતા. ત્યારે સાંજના 4 વાગે મશીન ઉપર કામ કરતી વખતે મશીનની પાઇપ છટકતા આ પાઇપ તેમના છાતીના ભાગે તેમજ પેટમાં વાગતા યુવાનને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ત્યારે આસપાસમાંથી દોડી આવેલા કામદાર તેમને અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન 4મે ના રોજ તેનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...