તંત્રની બેદરકારી સામે આવી:સાંતેજમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી મુસાફરો સાથે A.M.T.S બસ ખાડામાં ફસાઈ; સ્થાનિકોએ માંડ-માંડ બહાર કાઢી

કલોલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલોલ સાતેજમાં ગટરનું ઢાંકણું તૂટી જવાથી એએમટીએસ બસ ગટર ના ખાડામાં ફસાઈ હતી. સાતેજ ની મેન ચોકડી ઉપર ગટરનું ઢાંકણું તૂટી ગયેલું હોવાથી વ્યાપક ફરિયાદો સાતેજ ગામ પંચાયતમાં કરવામાં આવી હતી તેમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરીને સ્થળ ઉપર કોઈ કાર્યવાહી કરી ન હતી. જેના અનુસંધાને ગઈકાલે રાતે એ.એમ.ટી‌.એસ બસ મુસાફર સાથે ફસાઈ ગઈ હતી. જેને ભારે જહેમત બાદ ફોર ક્લિપ, તથા જે.સી.બી દ્વારા બહાર કાઢવામાં આવી હતી.

સદનસીબે મોટી કોઈ જાનહાની થઈ ન હતી. સાંતેજના રહીશોના કહેવા પ્રમાણે આ ગટરનું ઢાંકણું ઘણા ટાઈમથી તૂટેલું હોવાથી તેની ફરિયાદો અમે પંચાયતમાં વારંવાર કરી હતી. તેમ છતાં પંચાયત આ ઢાંકણાને બદલવા કોઈ જાતની કાર્યવાહી કરી નહીં. જેના પરિણામ સ્વરૂપે આ એ.એમ.ટી.એસ બસ ગટર ખાડામાં ફસાઈ ગઈ હતી. જેથી ગામ વાળા તથા આજુબાજુ વાળા ઘટના સ્થળે દોડીને ભેગા થઈ ગયા હતા. અને બસને બહાર કાઢી હતી.

અને ફરીથી એ ગટરમાં કોઈ પડે નહીં તે માટે ગટરના ખાડામાં પાટીયુ મારી સાવચેતીનું નિશાન બનાવ્યું હતું. પણ આ પાટીયુ અને નિશાન ક્યાં સુધી લોકોને બચાવશે? તંત્ર તાત્કાલીક આ ખાડા પૂરે તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...