ભાસ્કર ઇમ્પેક્ટ:દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ આંગણવાડીની આસપાસ નગરપાલિકાએ યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરી

કલોલ16 દિવસ પહેલા

કલોલ અંબાજી માતાના મંદિર પાસે આવેલ ત્રણ આંગણવાડીઓની આસપાસ ખૂબ જ ગંદકી હતી. નાના-નાના ભૂલકાઓ જે આંગણવાડીમાં ભણવા આવે છે એમના સ્વાસ્થ સાથે છેડા થઈ રહ્યા હોય એવું દેખાઈ રહ્યું હતું. જે બાબતનો અહેવાલ દિવ્ય ભાસ્કર દ્વારા તાજેતરમાં જ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

વરસાદની સિઝનમાં ઠેર ઠેર પાણી ભરાયાની સમસ્યાઓ સામે આવી રહી છે. જેના કારણે પાણી જન્ય રોગનો રાફડો ફાટ્યો છે. જે બાબતે સ્થાનિક કાઉન્સિલરોએ નોંધ લીધી અને યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિક કાઉન્સિલરોના જણાવે પ્રમાણે આ આંગણવાડીની આસપાસ મોટા પ્રમાણમાં ગંદકીના પ્રશ્નો ઘણીવાર અમારી જોડે રજૂઆતે આવેલા છે. તે અનુસંધાને નગરપાલિકાની અંદર આંગણવાડીના આજુબાજુ ઉપર પેવર બ્લોક તથા આંગણવાડી આજુ બાજુ ફરતે વોલ (દિવાલ) કરવા બાબતનો કામની મંજૂરી સૈદ્ધાંતિક રીતે લીધેલી છે. જે ટૂંક જ સમયમાં કરી દેવામાં આવશે.

વધુમાં કાઉન્સિલરે જણાવ્યું આ સ્થળ ઉપર ગંદકીની સમસ્યાનો કાયમી નિકાલ માટેનો આ એક રસ્તો અમને યોગ્ય લાગ્યો છે. જે દિશામાં અમે ચોક્કસપણે અમારા બનતા પ્રયાસો કરીશું.

અન્ય સમાચારો પણ છે...