મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી:કલોલમાં લાંબા વિરામ બાદ વાવાઝોડા સાથે વરસાદની પધરામણી, વાતાવરણમાં ઠંડક પ્રસરી

કલોલ22 દિવસ પહેલા

કલોલમાં લાંબા વિરામ બાદ વાવાઝોડા સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી હતી. અંદાજે છેલ્લા 20 દિવસ બાદ અચાનક જ બપોરે 4 વાગે વાતાવરણમાં પલટો આવતા અંધારું થઈ ગયું હતું. વાવાઝોડાની સાથે વરસાદે ધમધમાટી બોલાવી હતી.

કલોલ વાસીઓને ગરમીથી રાહત મળી
ઉકળાટના માહોલમાં કલોલની જનતા ગરમીથી ત્રસ્ત થઈ ગઈ હતી. એવામાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરવાનાં કારણે લોકોએ હાસકારો અનુભવ્યો હતો. છેલ્લા એક કલાકથી ચાલુ વરસાદમાં વાહન ચાલાકોને ભારે હાલાકી પડી હતી. વાવાઝોડા સાથે વરસાદમાં વાહન ચાલકો સામે પણ જોઈ શકે તેમ ન હતું. છેવટે વાહન ચાલકો પણ પોતાના વાહનો સાઈડ કરીને ઊભા રહીં ગયા હતા. લાંબા વિરામ બાદ પડેલા વરસાદે કલોલ વાસીઓને ગરમીમાં ઠંડકનો અનુભવ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...