તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:રસી લેવા ગયેલી મહિલાની એક્ટિવા ગઠિયો ઉઠાવી ગયો

કલોલ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાનસર પ્રા. શાળામાં રસી લેવા ગયા હતા
  • રસીનો ડોઝ લીધા બાદ બહાર આવી જોતાં એક્ટિવા પાર્ક કરેલી જગ્યાએ ન હતું

કોરોના વાયરસ મહામારીની બીજી લહેર ભારે ઘાતક સાબિત થઇ હતી. જેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે આ મહામારી થી રક્ષણ મેળવવા અપાતી રસી લેવા માટે પણ લોકો દોડધામ કરી રહ્યા છે. જેમાં ગત શુક્રવારથી કલોલ તાલુકામાં 18 થી 44 વર્ષની વ્યક્તિઓ માટે પણ રસીકરણ આપવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. જેથી કલોલ એક મહિલા રસી લેવા માટે પાનસર પ્રાથમિક શાળા ખાતે ગયા હતા. ત્યારે તેમના એક્ટિવાની ગઠીયો ઉઠાવી પલાયન થઈ ગયો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર કલોલ પાસે સઈજ ગામની સીમમાં આવેલ પંચવટી વિસ્તારના અર્થ એલીગન્સમાં કોમલબેન કલ્પેશભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. જેમણે 18 વર્ષથી ઉપરની વ્યક્તિઓ માટે રસીકરણ શરૂ થતાં જાગૃતતા દાખવી પોતાનું નામ નોંધાવ્યું હતું. જેમનો નંબર તાલુકાના પાનસરે ગામની પ્રાથમિક શાળામાં ચાલતા રસીકરણ સેન્ટર માં આવ્યો હતો. જેથી તેઓ તારીખ 5 જૂનના રોજ સવારે રસી લેવા પાનસર ગયા હતા. એક્ટીવા ને શાળાની બહાર પાર્ક કરી તેઓ રસીકરણ કેન્દ્ર માં ગયા હતા. રસીનો ડોઝ લીધા બાદ બહાર આવી જોતા એક્ટીવા પાર્ક કરેલી જગ્યાએ ન હતું. જેની આસપાસ માં તપાસ કરવા છતાં ન મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...