અકસ્માતમાં આધેડનું મોત:કલોલમાં એક્ટીવા ચાલક અચાનક સ્લિપ ખાઈ રોડ પર પટકાયો; પાછળથી આવતા ટ્રક નીચે આવી જતાં સ્થળ પર જ મોત

કલોલ23 દિવસ પહેલા

કલોલ હાઇવે પાસે ગાયત્રી મંદિર રોડ પાસે અકસ્માત થયો હતો. જેમાં આધેડનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મૃત્યુ હતું. ઉલ્લેખનીય છે કે, હજુ પણ તે આધેડ કોણ છે તેવી ઓળખ થવા પામી નથી. નવું activa લઈને નીકળેલા આધેડનું સ્થળ પર જ કમકમાટી ભર્યા મોતથી આજુબાજુ લોકોની ભીડ ઉમટી પડી હતી.

કલોલ ગાયત્રી મંદિર પાસે ગમખવાર અકસ્માત થયો હતો. જેમાં સ્થળ પર જ એકટીવા ચાલકનું કમાટી ભર્યું મૃત્યુ થયું હતુ. એકટીવા ચાલક મહેસાણાથી એકટીવા લઈને અમદાવાદ નીકળ્યો હતો. એકટીવા નવું જ હોવાથી નંબર પ્લેટ પણ આવી ન હતી. અકસ્માત જોવાવાળા લોકોને પૂછતા તેઓ એ જણાવ્યું હતું કે, એકટીવા ચાલક અચાનક જ સ્લીપ ખાઈને રોડ ઉપર પડી ગયો હતો. તે સમય દરમિયાન પાછળથી આવતા ટ્રકે એકટીવા ચાલકને કચડી નાખ્યો હતો. જેમાં એકટીવા ચાલકનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતુ.

પોલીસ પણ ઘટનાસ્થળે તાબડતોડ હાજર થઈ ગઈ હતી. એકટીવા ચાલક કોણ છે? ક્યાંથી આવ્યો તેવું હાલ પ્રથમ દ્રષ્ટિએ કઈ જાણવા મળ્યું નથી. પોલીસે અજાણ્યા ઇસમને ટ્રક ચાલક દ્વારા કચડી નાખી મૃત્યુ નીપજાવ્યો હોવાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે મૃતક માણસની ઓળખ માટે તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...