તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:છત્રાલમાં મહિલાની હત્યાનો આરોપી 1 જ દિવસમાં ઝડપાયો

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • GIDC વિસ્તારની 1 ફેક્ટરીમાંથી મહિલાની લાશ મળી હતી
  • પોલીસે બ્રિજ નીચેથી ભીલોડાના શખસને ઝડપી પાડી ગુનો નોંધ્યો

કલોલ તાલુકામાં છત્રાલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી નિરમા ફેક્ટરીના ક્વાર્ટરમાં રહેતી એક મહિલા મૃત હાલતમાં મળી આવી હતી. 27મી ઓગસ્ટે બનેલી ઘટનામાં પોલીસે તપાસ કરતાં મહિલાની હત્યા કરાઈ હોવાની હકીકત ખુલી હતી. તેના આધારે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતાં. તે દરમિયાન પોલીસે માત્ર 24 કલાકમાં આરોપીને ઝડપી લઇ ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

છત્રાલમાં આવેલી નિરમા ફેક્ટરીના ક્વાર્ટરમાં રહેતી મરતીબેન ધનરાજ માણાની જોડે તેની ઓરડીમાં ઇન્દ્રરાજ કાલાજી પાંડોર નામનો શખ્સ રહેતો હતો અને મરતીબેન તથા ઇન્દ્રરાજ ને કોઈ બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાઈ ગયેલા ઇન્દ્રરાજ એ મરતીબેનનું ગળું દબાવીને તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો મરતીબેનની લાશ તેમની ઓરડીમાંથી મળી આવી હતી. શુક્રવારે રાત્રે ઘટના પ્રકાશમાં આવતાં કલોલ તાલુકા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ત્યારે પ્રાથમિક તપાસમાં મહિલાની હત્યા કરી કોઇ શખ્સ નાસી ગયો હોવાની હકીકત સામે આવી હતી. જેથી ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમાએ કલોલ તાલુકા પોલીસને સૂચના આપી આરોપીને ઝડપી લેવા તાકિદ કરી હતી. તે દરમિયાન કલોલ તાલુકા પી.આઇ કે.કે. દેસાઇના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના પીએસઆઇ એમ.એચ દેસાઇ સહિતનો સ્ટાફ દોડતો થઇ ગયો હતો. દરમિયાન બાતમી મળી હતી કે છત્રાલ બ્રીજ નીચે આરોપી કોઇ કામ માટે આવવાનો છે.

તેના આધારે પોલીસે વોચ ગોઠવી દીધી હતી અને બાતમી મુજબનો વ્યક્તિ આવી પહોંચતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતાં તેણે તેનું નામ ઇન્દ્રરાજ કાલાજી પાંડોર (રહે-નિરમા ફ્કેટરીના ક્વાર્ટર) હોવાનું ખુલ્યુ હતું. જેથી પોલીસે તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...