વડોદરા મધ્યસ્થ જેલમાંથી આરોપી ફરાર:કલોલ તાલુકાના બાલવા ગામનો આરોપી વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ ઉપર આવીને ફરાર થઈ ગયો

કલોલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કલોલ તાલુકાના બાલવા ગામનો આરોપી કિરીટ ઉર્ફે ધૂમ હસમુખભાઈ બારોટ કે જે વડોદરાની મધ્યસ્થ જેલમાં અગાઉ કરેલા ગુનાની સજા કાપી રહ્યો હતો. જેમાં તેને આજીવન કેદ તથા દંડ 29 હજાર કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો હતો. જેમાં તેણે દંડની રકમ ન ભરતાં તે બદલ તેને બે વર્ષ આઠ માસની વધુ સજા કોર્ટ દ્વારા કરવામાં આવી હતી. જો કે આરોપી વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ ઉપર આવીને ફરાર થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે કોઈ કારણોસર મધ્યસ્થ જેલમાંથી દસ દિવસ માટેની રજા (પેરોલ)ની અરજી ગુજરાત હાઇકોર્ટમાં આરોપી ધુમ હસમુખભાઈ બારોટ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા દસ દિવસની રજા (પેરોલ) મંજૂર કરવામાં પણ આવી હતી. જે દસ દિવસની રજા ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. તે રજા પૂર્ણ થવાની તારીખ 9/9/2022 હતી. પરંતુ આરોપી ધ્રુવ હસમુખ બારોટ તે દિવસે હાજર નહીં થતાં સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. જેથી વડોદરા મધ્યસ્થ જેલના અધિક્ષક બી.આર.પરમાર દ્વારા વડોદરા શહેરની રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે વડોદરાથી ફરિયાદ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવી હતી.

જેમાં કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સાથે બિડાણમાં પેરોલ રજાના હુકમની નકલ તેમજ પર્સનલ બોન્ડની નકલ તથા સિક્યુરિટી બોન્ડ ની નકલ તેમજ જામીનદારના આધાર કાર્ડ ની નકલ સાથે જામીનદાર ના નામ સહિતની કોપીઓ મોકલવામાં આવી હતી. જેના આધારે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...