ગાયને બચાવા જતાં અકસ્માત:કલોલ હાઇવે પાસે કારચાલકના રસ્તામાં ગાય આવતા અકસ્માત; કારની એરબેગ ખુલી જતાં ચાલકનો આબાદ બચાવ

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કલોલ નેશનલ હાઇવે નંબર 8 ઉપર ગઈકાલ રાત્રિના કારચાલકના રસ્તામાં ગાય આવતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી. કારચાલકની કારમાંથી એરબેગ ખુલી જતાં કારચાલકનો આબાદ બચાવ થયો હતો. જેથી કારચાલકની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

કલોલ નેશનલ હાઇવે નંબર 8 ઉપર રખડતાં ઢોરોના ત્રાસના કારણે અવારનવાર અકસ્માત થતા હોય છે. ત્યારે ગઈ રાત્રે કારચાલકના રસ્તામાં ગાય આવી જતાં ગમતવાર અકસ્માત થયો હતો. સદનસીબે મોટી જાનહાની ટળી ગઈ હતી. કારચાલકની કારની એરબેગ ખુલી જતાં કારચાલકનો આબાદ બચાવ થયો હતો. સ્થળ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થળ ઉપર ભેગા થયેલા વ્યક્તિઓમાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા 108ને કોલ કરીને બોલાવી કારચાલકને વધુ સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કારચાલક અમદાવાદનું હોવાનું પ્રાથમિક જાણકારીમાં જાણવા મળ્યું છે. મહેસાણાથી અમદાવાદ જતા કલોલ પાસે હાઇવે ઉપર અકસ્માત નડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...