તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કલોલમાં અકસ્માતમાં ઘવાયેલી યુવતી 18 દિવસ થી બેભાન હાલતમાં

કલોલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નૂરે મહંમદી હોસ્પિ.માં PHN તરીકે ફરજ બજાવે છે
 • હાઇવે પર યુવતીને રિક્ષાએ ટક્કર મારી હતી : ચાલક સામે ફરિયાદ

કલોલની હોસ્પિટલમાં પી.એચ.એન તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારી કલોલના ધારાસભ્યના ઘરે વિઝિટ કરી પરત જઈ રહી હતી. ત્યારે પૂરપાટ આવી રહેલા રિક્ષાચાલકે તેને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થતા તેને લઇ જવાઇ હતી. જોકે અકસ્માતના 18 દિવસ બાદ પણ તે ભાનમાં ન આવતા હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલના રેલ્વે પુર્વ વિસ્તારમાં આવેલી ગાયત્રી સોસાયટીમાં રહેતી 23 વર્ષીય પ્રીતિબેન જગદીશચંદ્ર વાઘેલા કલોલની નૂરે મોહમ્મદી હોસ્પિટલમાં પી.એચ.એન તરીકે ફરજ બજાવે છે.

જેઓ ગત 18 નવેમ્બરના રોજ કોરોના ગ્રસ્ત કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરે વિઝિટ કરવા ગયા હતા. જ્યાંથી બપોરે અઢી વાગ્યાના સુમારે પોતાનું એક્ટિવા જીજે 18 ડીબી 4012 લઈ પરત જવા નીકળી હતી. અને હાઈવે પર આવેલા એમ.ડી મસાલા આગળ સર્વિસ રોડ પરથી પસાર થઇ રહી હતી ત્યારે પૂરપાટ આવી રહેલ સીએનજી રીક્ષા નંબર જીજે 18 એ.વાય 6071 ના ચાલકે રિક્ષા પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આ યુવતીના એક્ટિવાને ધડાકાભેર ટક્કર મારતા ફંગોળાઈને પટકાયેલી યુવતીના માથાના ભાગ સહિત અન્ય ભાગે ઈજાઓ થવા પામી હતી. અકસ્માતથી ઘાયલ યુવતીને આસપાસમાંથી દોડી આવેલા લોકો તાત્કાલિક સારવાર માટે કલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

ત્યાંથી વધુ સારવાર માટે તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં યુવતી 18 દિવસ થયા બાદ પણ ભાનમાં ન આવતા તેની સારવાર ચાલી રહી છે. આ અંગે યુવતીના ભાઇ જીગરકુમારે કલોલ શહેર પોલીસ મથકે રિક્ષાચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જો કે, યુવતી કલોલના ધારાસભ્યને ઘરે વિઝિટ માટે ગઈ હતી અને ત્યારબાદ ત્યાંથી પરત ફરી રહી હતી તે સમય દરમિયાન આ ઘટના બનવા પામી હતી. ુવતીને દોડી આવેલા લોકો તાત્કાલિક સારવાર ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો