હુમલો:કલોલમાં બહેનના ઘરે આવેલા યુવાન પર હુમલો કરાયો

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગંભીર ઇજા થતાં ગાંધીનગર સિવિલ ખસેડાયો

બહેનના ઘરે કલોલ આવેલા સાબરમતીના યુવાન પર પાંચ શખ્સોએ લાકડીઓ ફટકારી હુમલો કર્યો હતો. તેમાં ફેક્ચર સહિતની ઇજા થતાં ઇજાગ્રતને ગાંધીનગર સિવિલમાં ખસેડાયો હતો. કલોલ શહેર પોલીસ મથકમાં પ્રકાશ શેરૂભાઇ (રહે-સાબરમતી કાચા છાપરા)એ પપ્પુ પટણી (રહે-ખાડા વિસ્તારમાં, કલોલ) સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

તેમાં જણાવ્યા મુજબ બેસતુ વર્ષ હોવાથી પ્રકાશ તેની ધર્મની બહેન રૂપાબેનના ઘરે (રહે- બળિયાદેવ મંદિર પાછળ, કલોલ ને મળવા ગયો હતો. ત્યારે ઘર આગળ કેટલાક શખ્સો જુગાર રમવા બેઠા હોવાથી તેમને ત્યાંથી ખસી જવાનું કહ્યું હતું. જેથી પપ્પુ પટણી નામના શખ્સે ઝઘડો કરી ચાલ્યો ગયો હતો. તે પછી તે અન્ય ચાર શખ્સો સાથે લાકડીઓ લઇ ધસી આવ્યો હતો અને મારી ઉપર લાકડીઓના ફટકા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી પાંચય શખ્સો નાસી ગયા હતા. ફરિયાદના આધારે પોલીસે પાંચ હુમલાખોર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. કલોલમાં છેલ્લા કેટલાય સમયથી મારામારી તથા હુમલાના બનાવોમાં વધારો નોંધાયો છે. નાની નાની વાતમાં હુમલા કરવાના બનાવો વધી રહ્યા હોવાથી હુમલો કરનારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે. અગાઉના જુગાર બાબતે અપાયેલા ઠપકાની દાઝ રાખી હુમલો કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...