તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કલોલમાં મકાન ખાલી કરાવા મુદ્દે યુવક ઉપર તલવાર અને ચપ્પાથી હુમલો, 44 ટાંકા આવ્યા; પોલીસે સામસામે ગુનો નોંધ્યો

કલોલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મામાના મકાનમાં રહેતા અને છૂટક મજૂરી કરતા યુવાન પર પરિવાર તૂટી પડ્યો
 • 4 સામે ફરિયાદ, યુવક સામે છેડતી અને છરી વડે હુમલાની વળતી ફરિયાદ
 • યુવાનને લોકોએ વધુ મારમાંથી છોડાવી 108 દ્વારા ગાંધીનગર સિવિલ ખસેડ્યો હતો

કલોલમાં મકાન ખાલી કરાવવાની તકરારમાં યુવક પર તલવાર અને ચપ્પા વડે જીવલેણ હુમલો થયો છે. જે મુદ્દે ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સામે પક્ષે યુવકે મહિલાની છેડતી કરી છરી વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. કલોલ રેલવે પૂર્વ સલાટ વાસમાં રહેતાં સંદીપ દોલતસિંહ ચૌહાણે (27 વર્ષ)એ આ અંગે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જે મુજબ તે છેલ્લા સાતેક મહિનાથી અહીં મામાની માલિકીના ઘરે ઉપરના માળે રહી છુટક મજૂરી કરે છે. સોમવારે રાત્રે નવ વાગ્યે તે ઘરે હાજર હતો ત્યારે નીચે રહેતા આનંદ રાજુભાઈ દંતાણી અને તેની પત્ની યુવકના ઘરે આવ્યા હતા. જેઓએ મકાન ખાલી કરવાનું કેમ કહે છે કહીં ઝપાઝપી કરતા તમામ લોકો પાસેના વિસ્તારમાં રહેતાં મકાન માલિકના ઘરે જતા તેઓએ સમાધાન કરાવ્યું હતું.

આ પછી યુવક ઘરે પરત ફરતો હતો ત્યારે આનંદભાઈ દંતાણી, ઉર્મીલાબેન દંતાણી, ચેતન ખેંગારભાઈ પરમાર (રહે-ત્રિકમનગર) ગાળાગાળી કરી યુવકને માર મારવા લાગ્યા હતા. જેને પગલે જીવ બચાવીને દોડેલો યુવક હનુમાન મંદિર પાસે આવતા ચેતનના પિતા ખેંગારભાઈ હાથમાં તલવાર અને ચપ્પુ લઈને આવ્યા હતા. જેઓ તલવાર વડે માથામાં ત્રણ ઘા માર્યા હતા જ્યારે ચપ્પા વડે બંને હાથ અને બંને પગ, છાતીના ભાગે ઈજાઓ પહોંચી હતી. અર્ધ બેભાન થઈ ગયેલા યુવકને લોકોએ વધુ મારમાંથી છોડાવીને 108 મારફતે ગાંધીનગર સિવિલ ખસેડ્યો હતો. જ્યાંથી યુવકને અમદાવાદ સિવિલ વધુ સારવાર માટે ખસેડાયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને શરીર કુલ 44 ટાંકા આવ્યા છે.

આ તરફ ઉર્મિલાબેન આનંદ દંતાણીએ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ સંદીપે છરી સાથે લગ્નનો પ્રસ્તાવ મુકીને છેડતી કરી હતી. બુમાબુમ થતાં ભાગેલા સંદીપને લોકોએ પકડી પાડ્યો હતો. આનંદ દંતાણીએ સંદીપને ઠપકો આપતા તેણે ઉશ્કેરાઈને ઝપાઝપી કરીને છરી મારી હતી. જે આનંદને કાનના પાછળના ભાગે વાગી હતી. વધુ લોકો ભેગા થઈ જતાં સંદીપ ભાગી ગયો હતો, જે બાદ આનંદને ગાંધીનગર સિવિલ ખસેડાયો હતો. સમગ્ર મુદ્દે પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કાર્યવાહી કરી છે.લોલમાં મકાન ખાલી કરાવવાની તકરારમાં યુવક પર તલવાર અને ચપ્પા વડે હુમલો થયો છે. જે મુદ્દે ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. સામે પક્ષે યુવકે મહિલાની છેડતી કરી છરી વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો