ફરિયાદ:લીવ-ઇનમાં રહેતા યુવકે શંકા જતાં યુવતીને ફેંટો મારી

કલોલ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કલોલની ઘટનામાં પુરુષ સામે ફરિયાદ

શહેરના પંચવટી વિસ્તારમાં રહેતી મહિલા ને તેના પુરુષ મિત્રએ શંકા કરીને તેની ઉપર હુમલો કરી દીધો હતો મહિલાને આ પુરુષ મિત્રએ મોઢા ઉપર ફેંટો મારી મહિલાને ઘાયલ કરી દીધી હતી. જેના પગલે મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસે હુમલો કરનાર પુરુષ મિત્ર સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.આ સંદર્ભે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં એક મહિલા મૈત્રી કરાર સાથે તેના પુરુષ મિત્ર સાથે રહે છે.

આ પુરુષ મિત્ર રાત્રિના સમયે જમીને બેઠો હતો ત્યારે તેણે તેની મહિલા મિત્ર ઉપર શંકા કરી હતી. અને તું ખોટા રસ્તે જાય છે. તેમ કહીને તેને માર મારવા લાગ્યો હતો. મહિલાને માર મારવા લાગતા આસપાસના પડોશીઓ ભેગા થઈ ગયા હતા. અને મહિલાને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હોવાથી તેને સારવાર માટે કલોલ ની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

ત્યારબાદ મહિલાએ શંકા રાખીને તેની ઉપર હુમલો કરનાર પ્રકાશ સોમાભાઈ સુથાર રહે. અઠોર તાલુકો ઊંઝા સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ ચલાવી છે. શંકાના કારણે પુરુષ મિત્રે તેની સ્ત્રી મિત્ર પર હુમલો કરી દીધો હતો. મહિલાને માર મારવામાં આવતા ઘાયલને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...