વ્યાજના ચક્રમાં ફસાયેલા ગરીબ તેમજ જરૂરિયાતમંદોને જરૂરિયાતનો ખોટો લાભ ઉઠાવી વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે. એવી જ બાબતમાં કલોલમાં ભજીયાની લારી ચલાવતા ઠાકોર વિનોદ વ્યાજના ચક્રમાં ફસાઈને કેનાલમાં પડી જીવન ટૂંકાવ્યું હતુ. જે બાબતને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી છવાઈ ગઈ હતી. જેને લઈને કડી પોલીસે કડી વિસ્તારમાંથી મળેલા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને રિપોર્ટ સહિતના કાગળિયા કલોલ શહેર પોલીસ સ્ટેશન મોકલી આપેલા હતા.
જેથી તમામ વ્યાજખોરો વિરુદ્ધ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જેમાં આઠ જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગણતરીના કલાકોમાં જ કલોલ શહેર પોલીસ સ્ટેશન પીઆઇ પીબી ખાંભલાએ ત્રણ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. (1) અનિલ ઉર્ફે ટોલો, (2) પંકજ ચંદુભાઈ પટેલ, (3) અશોક મકવાણા તમામ રહેવાસીને ગણતરીના કલાકોમાં પોલીસે પકડી પાડી જેલ ભેગા કરી દીધા હતા.
વધુમાં પોલીસે જણાવ્યું કે, વ્યાજખોરો વિરુદ્ધ આ ડ્રાઈવ હજુ પણ ચાલુ જ રહેશે. જે બાબતે ગુજરાત રાજ્ય પોલીસે રાજ્યભરમાં અનઅધિકૃત વ્યાજખોરો સામે મેગા ડ્રાઇવ અંતર્ગત પોલીસ દ્વારા 22 જાન્યુઆરી સુધીમાં સમગ્ર રાજ્યમાં 698 જેટલા મુન્ના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં કુલ આરોપીઓ 1209 આરોપીઓ છે. જેમાં ધરપકડ 808 જેટલા આરોપીઓની કરેલી છે. તેમજ સમગ્ર રાજ્યમાં 1650 જેટલા લોક દરબાર યોજવામાં આવેલા છે. સાથે શહેર પોલીસ ઇન્સ્પેક્ટરે બીજા નાસાતા ફરતા આરોપીઓ વિરુદ્ધ તેમને પકડવા પણ ચક્રો ગતિમાન કર્યા છે. તેમને પણ ટૂંક જ સમયમાં પકડી લાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.