તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:આઇસર અને બાઇક અથડાતાં છત્રાલ ગામની મહિલાનું મોત, છત્રાલ કડી રોડ ઉપર સર્જાયેલો માર્ગ અકસ્માત

કલોલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માતા અને પુત્ર બાઇક પર કડી નાનીની ખબર પૂછવા જતા હતા ત્યારે અકસ્માત નડતાં મહિલાનું મોત

છત્રાલ હાઇવે પર અકસ્માતના બનાવમાં વધારો થવા પામ્યો છે. આ જ પ્રકારનો એક બનાવ બોરીસણા પાસે રહેતા માતા પુત્ર સાથે બનવા પામ્યો છે. જેમાં આઇસરની ટકકરે માતાનું મોત નિપજ્યું હતું. જ્યારે આઇસર ચાલક ગાડી મુકી ભાગી છુટ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ તાલુકાના બોરીસણા ગામ પાસે આવેલ સુદર્શન આર્કેડમાં રહેતા અને મુળ છત્રાલ ગામના સુથાર વાસના વતની હર્ષ મદન ગોપાલ સુથાર(ગજ્જર) નોકરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. જેઓ ગત તા.2 સપ્ટેમ્બરના રોજ સાંજે જમી પરવારી કડી ખાતે માસીના ઘરે રહેતા નાનીની ખબર પુછવા માતા ગીતાબહેનને બાઇક નં.જીજે 18 સી.ઇ.9534 પર લઇ નીકળ્યા હતા.

આશરે 8 વાગ્યાના સુમારે છત્રાલ ત્રણ રસ્તા પાસેથી કડી જતા ટોલ ટેક્ષ નજીક થી પસાર થઇ રહ્યા હતા. તે વખતે પુરપાટ આવી રહેલ આઇશર ટ્રક નંબર જીજે 1 એફ.ટી 2243ના ચાલકે પોતાની ટ્રક પુર ઝડપે તેમજ ગફલત ભરી રીતે હંકારી બાઇકને પાછળના ભાગથી ટકકર મારી હતી. અકસ્માતના પગલે બાઇકમાં પાછળ બેઠેલ ગીતાબહેન રોડ પર પડી ગયા હતા. અને આઇસરના પાછળના ભાગના ટાયર નીચે માથાનો ભાગ આવી જતા ગંભીર ઇજાઓના પગલે તેમનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું.

અકસ્માતના પગલે આસપાસમાંથી લોકો દોડી આવતા આઇસર ચાલક પોતાની ગાડી મુકી ભાગી છુટ્યો હતો. આ અંગે કલોલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇસર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...