અકસ્માત:કલોલના હાઇવે પર અંબિકા નગર પાસે ટ્રકની અડફેટે કાર રેલિંગમાં ઘૂસી

કલોલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કલોલના હાઇવે ઉપર અંબિકા નગર પાસે પૂરપાટ જતી કાર ને ટ્રકની ટક્કરે એકાએક રેલિંગમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું. - Divya Bhaskar
કલોલના હાઇવે ઉપર અંબિકા નગર પાસે પૂરપાટ જતી કાર ને ટ્રકની ટક્કરે એકાએક રેલિંગમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું.
  • અમદાવાદનો યુવાન કાર લઈ કોઈ કામ અર્થે બહુચરાજી જતો હતો
  • અકસ્માતમાં કારને નુકસાન થયું, યુવાનનો આબાદ બચાવ થયો હતો

કલોલના હાઇવે ઉપર અંબિકા નગર પાસે પૂરપાટ જતી કાર ને ટ્રકની ટક્કરે એકાએક રેલિંગમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે હાઇવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદમાં રહેતો યુવાન તેની કાર લઈને કોઈ કામકાજ અર્થે બહુચરાજી જઈ રહ્યો હતો. ત્યારે કલોલના અંબિકા નગર પાસે તેની કાર પાસેથી પસાર થતી ટ્રકે તેને અડફેટે લેતાં કાર એકાએક રેલીંગ માં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતના કારણે હાઇવે ઉપર દૂર દૂર સુધી ટ્રાફિકજામ થઇ ગયો હતો. જોકે અકસ્માતમાં યુવાનો આબાદ બચાવ થયો હતો. પણ કારને મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...