તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌભાંડ:એક બેંકમાં 20 કરોડની લોન ચાલુ છતાં કલોલની બેંકમાંથી 90 લાખની લોન લેવાનું કૌભાંડ પકડાયું

કલોલએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • અમદાવાદના 4 શખ્સે કૌભાંડ આચર્યું હોવાની કલોલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ
 • અમદાવાદની કોર્પોરેશન બેંકે મિલકતની હરાજી રોકી દેતા કલોલની યુનિયન બેંકના પૈસા સલવાયાં

એક જ મિલકત ઉપર અમદાવાદની કોર્પોરેશન બેંકમાંથી લીધેલી રૂ. 20 કરોડની લોન ચાલુ હોવા છતાં કલોલની યુનિયન બેંકમાંથી 90 લાખની લોન લેવાનું કૌભાંડ અમદાવાદના ચાર શખ્સેએ આચર્યુ હોવાની ફરિયાદ કલોલ સિટી પોલીસ મથકમાં નોંધાઇ છે. ચાર શખ્સોની ટોળકીએ આચરેલા કૌભાંડના પગલે કલોલની બેંક ધિરાણ વસૂલ કરવા મોરગેજ કરેલી મિલકતની હરાજી કરી શકે તેમ ન હોવાથી બેંકના પૈસા ફસાઇ ગયા છે.

આ અંગે કલોલમાં વેપારી જિન ખાતેની યુનિયાન બેંક ઓફ ઇન્ડિયા શાખાના મેનેજર જીજ્ઞેશ પટેલે કલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં આરોપીઓ તરીકે રીતેષ દિલીપભાઇ કોટક (રહે- અરિહંત બંગલો, બોપલ, અમદાવાદ), રાજલબ્ધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લીમીટેડ કંપનીના ડાયરેક્ટર ભુપેન્દ્ર રમણલાલ પટેલ (રહે- સમૃધ્ધી બંગલોઝ, ન્યૂ સીજી રોડ, અમદાવાદ), રાજલબ્ધી કંપનીના ડાયરેક્ટર પ્રકાશ રમણલાલ પટેલ (રહે- રહે- સમૃધ્ધી બંગલોઝ, ન્યૂ સીજી રોડ) અને રાજલબ્ધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લીમીટેડ કંપનીના ઓથોરાઇઝ સિગ્નેટરી પ્રતિશ ડી. વકીલ (રહે- સમૃધ્ધી બંગલોઝ)ના નામ દર્શાવ્યા છે.

આ મામલે નોંધાયેલી ફરિયાદમાં જણાવેલી હકીકત એવી છે કે રીતેષ કોટક સહિતના ચારેય શખ્સોએ એકબીજાના મેળાપીપણામાં કલોલની યુનિયન બેંકમાં આવશ્યક દસ્તાવેજો રજૂ કરી કોબા સર્કલ પાસે પોતાની રાજ લબ્ધી હેરીટેઝ નામની સ્કીમના ચાર મકાન માટે રૂ. 90 લાખની માગણી કરી હતી.

દરમિયાન બેંકે નિયમ અનુસાર દસ્તાવેજો ચેક કર્યા બાદ માર્ચ 2014માં લોન મંજૂર કરી રાજલબ્ધી પ્રા.લી.ના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ મારફત ૯૦ લાખની લોન આપી હતી. દરમિયાન શરૂઆતના રીતેષ કોટકે 96,475ના થોડા હપ્તા ભર્યા બાદ ચૂંકવણી બંધ કરી દીધી હતી. જેથી જૂન 2016થી તેનું લોન એકાઉન્ટ એનપીએ થયુ હતું. તે પછી વારંવાર ડિમાન્ડ નોટિસ આપવા છતાં લોનના હપ્તા ભરપાઇ કર્યા ન હતાં.

દરમિયાન યુનિયન બેંક દ્વારા લોનની વસૂલાત કરવા માટે ચારેય ફ્લેટનો કબજો મેળવી વેચાણ માટે ગાંધીનગર જિલ્લા મેજીસ્ટ્રેટનો હૂકમ મેળવ્યો હતો અને હરાજી માટે તારીખ નક્કી કરી હતી. તે દરમિયાન અમદાવાદના શાહીબાગ ખાતેની કોર્પોરેશન બેંકને જાણ થતાં તેણે આ શખ્સોએ આજ મિલકત ઉપર વર્ષ 2013માં રૂ.20 કરોડની લોન લીધી હોવાના દસ્તાવેજ રજૂ કરી હરાજી અટકાવી હતી.

તેના કારણે કલોલની યુનિયન બેંક ચાર કૌભાંડીઓ પાસેથી ધિરાણ કરેલી લોનના પૈસા વસૂલ કરી શકે તેમ ન હતી અને ચાર ફ્લેટની મિલકતની હરાજી પણ કરી શકે તેમ ન હોવાથી બેંક મેનેજરે ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. તેના આધારે કલોલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આમ એક બેંકમાંથી લીધેલી 20 કરોડની લોન ચાલુ હોવા છતાં કલોલ યુનિયન બેંકમાંથી 90 લાખની લોનનું કૌભાંડ પકડાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો