તાજેતરમાં ગુજરાત સરકાર શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અનુબંધમ વેબ પોર્ટલ અને મોબાઈલ એપનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં રોજગાર મેળવવા માંગતા ઉમેદવાર ઘરે બેઠા anubandham.gujrat.gov.in પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી નોકરી શોધવી, અરજી કરવી, જોબ પોસ્ટીંગ એલર્ટ, રોજગાર ભરતી મેળા વગેરેની મહિતી ઓનલાઈન મેળવી શકશે.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી/મોડલ કેરિયર સેન્ટર ગાંધીનગર દ્વારા ઔધોગિક રોજગાર ભરતીમેળાનું તા.09/01/2023 સવારે 10:00 વાગ્યે આઈ.ટી.આઈ, આરસોડીયા તા.કલોલ ,જી.ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વરોજગાર લક્ષી યોજનાઓની માહિતીનો લાભ લઈ શકાશે. ધોરણ-10 અને 12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએશન, આઈ.ટી.આઈ અને ડીપ્લોમાં તમામ ટ્રેડના ઉમેદવારો ભાગ લઈ શકશે. આથી રોજગારવાન્છું યુવાનો વિવિધ રોજગારીની તકોથી વંચિત ન રહે તથા નોકરીદાતાઓને રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થઈ શકે તે હેતુસર રોજગાર ભરતીમેળા અંગે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા આગામી સમયમાં આયોજન થવાનું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.