દેશના ગૃહ મંત્રી અને ગાંધીનગર વિસતારના સાંસદ અમિતભાઈ શાહના વરદ હસ્તે તારીખ 23-07-2022 ઈ એફ.આઇ.આર નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઇ- એફ.આઈ.આર માં ઘણી બધી ગુનાહિત પ્રવૃત્તિની અરજીઓ કરવા માટે આપ ઘરેથી માત્ર એક એપ્લિકેશનથી ઓનલાઇન એફ.આઇ.આર કરી શકશો. જેને અનુલક્ષીને કલોલ ભારત માતા ટાઉનહોલમાં ગાંધીનગર જિલ્લાના એસ.પી તરુણ દુગ્ગલ તથા ડી.વાય.એસ.પી પી.ડી મનવર ના નેજા હેઠળ ઈ એફ આઈ આરની લોકોમાં જાગૃતિ લાવવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાતની પ્રજાલક્ષી સેવા આધુનિક, ઝડપી, અને પારદર્શક બને તે કલોલની જનતાને જાગૃત કરવામાં આવી હતી તથા ઇ એફ.આઈ.આર કેવી રીતે કરવી તેની જાણકારી પણ આપવામાં આવી હતી.
પોલીસ સ્ટેશનના ધક્કા જનતાને હવે ખાવા નહીં પડે
ઇ એફ.આઇ.આર સિસ્ટમમાં આપ ઓનલાઈન ગમે ત્યાંથી કોઈપણ ગુનાની ફરિયાદ દાખલ કરી શકો છો માત્ર એક એપ્લિકેશનથી હવે ગુનો દાખલ થઈ જશે. પોલીસ સ્ટેશનના ધક્કા જનતાને હવે ખાવા નહીં પડે. અત્યારે મુખ્યત્વે બે ગુના માટે જાહેર જનતા ઈ એફ આઈ આરનો ઉપયોગ કરી શકશે. મોબાઈલ ચોરી તથા વાહન ચોરી પ્રથમ દ્રષ્ટિએ આ બે ગુનાઓ માટે એફઆઇઆરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એમાં ગાંધીનગર જિલ્લા એસ.પી તરુણ દુગ્ગલના જણાવ્યા પ્રમાણે કે અમારો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી સુધી આ સુવિધા પહોંચાડી વધુમાં વધુ લોકોને લાભ અપાવવાનું છે.
ત્રીનેત્રની સેવા લોન્ચ કરવામાં આવી
આ સાથે ત્રીનેત્રની સેવા પણ લોન્ચ કરવામાં આવી છે. જેનાથી ઘણા ખરા એવા ગુના જે સીસીટીવીના આધારે પકડાય છે. તેવા ગુનાઓનું હેન્ડલિંગ ત્રિનેત્ર દ્વારા ગાંધીનગરથી થશે. હવે કલોલ પોલીસ પાસે પણ બોડી કેમેરા સિસ્ટમ સરકાર તરફથી આપવામાં આવી છે. જેનાથી કલોલ પોલીસ જ્યાં જરૂર જણાય ત્યાં વિડિયો પુરાવા પણ બનાવી શકશે. એન્ટી વુમન ટ્રાફિક યુનિટની પણ રચના કરવામાં આવી છે. જેમાં સ્ત્રીઓને લગતા છેડતી, પીછો કરવો, હેરાન પરેશાન કરવી પ્રકારના ગુનાઓ આવરી લેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.