નજીવી બાબતે જૂથ અથડામણ:કલોલના ઓળા ગામે બે જૂથ વચ્ચે લાકડીઓ વડે મારામારી, સામ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

કલોલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલોલ તાલુકાના ઓળા ગામમાં સીમમાં આવેલ સજાવટ પાર્ટી પ્લોટની પાછળ હુડકોમાં રહેતા રાધુજી સુરસંગજી ઠાકોરનો દીકરો ચિરાગ ગઈકાલ સાંજે આશરે 7:30 વાગે દૂધ ભરીને ઘરે આવી ગયો હતો. ઘરે આવી દીકરા ચિરાગે રાધુજી ઠાકોરને જણાવ્યું કે, જ્યારે હું દૂધ ભરાઈને ઘર તરફ સાયકલ લઈને આવતો હતો, તે સમયે રવિ જેસંગજી ઠાકોરે તેની રીક્ષા આડી કરી મને જેમ ફાવે તેમ ગાળો બોલતો હતો. દીકરા ચિરાગે રાધુજીને જણાવતા રાતે લગભગ નવ એક વાગ્યાની આસપાસ રવિ જેસંગજી ઠાકોર રાધુજી ઠાકોરના ઘર અગાડથી નીકળ્યો તો રાધુજીના પત્નીએ રવિ જેસંગજી ઠાકોરને પૂછ્યું કેમ ભાઈ મારા છોકરાને તે રસ્તામાં રોકી ગાળો બોલવા લાગ્યો હતો??

જેથી રવિ ઠાકોર ઉશ્કેરાઈને ઘરે જઈને કુટુંબિક ભાઈઓને બોલાવીને દાંતી તેમજ લાકડીઓ લઈને ચિરાગ રાધુજી ઠાકોરના ઘર ઉપર હુમલો કરી દીધો. કિરણજી ઠાકોરના હાથમાં રહેલી દાતી ચિરાગ રાજુજી ઠાકોરને ડાબા આંખની બાજુમાં વાગવાથી તે બુમા બુમ કરવા લાગે તેથી બીજી બાજુ ચિરાગને બચાવવા તેની બાજુથી પણ ચાર પાંચ માણસો આવી જતા. બે જૂથ વચ્ચે લાકડીઓ અને દાંતિયો ઉડી હતી. જેમાં ઘણા લોકોને ઇજાઓ થવાથી ગાંધીનગર સિવિલ ખાતે સારવાર માટે મોકલી દીધા હતા. જેથી બંને પક્ષોએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં રાધુજી સુરસંગજી ઠાકોરે પાંચ આરોપીઓ વિરોધ ગુનો દાખલ કરાવ્યો હતો. જ્યારે બીજી બાજુ પ્રકાશજી રમણજી ઠાકોરે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો એમ કલોલ તાલુકાના પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી હતી. જેની પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...