ક્રાઇમ:કલોલમાં નજીવી બાબતે યુવક પર ચપ્પાથી હુમલો

કલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલના પૂર્વ વિસ્તારમાં બાઈક ધીમું ચલાવવા બાબતે બે શખ્સોએ બાઈક ચાલક યુવક પર ચપ્પુથી હુમલો કરી તેને ઘાયલ કરી દેતાં હોબાળો મચી ગયો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ મોહન પાર્ક સોસાયટીમાં રહેતો નિકુંજ બળદેવભાઈ પરમાર બાઇક લઇને પૂર્વ વિસ્તારમાં મળવા નીકળ્યો હતો. ત્યારે સિદ્ધાર્થ હોમ પાસે વિરલ મકવાણા તથા હર્ષ મકવાણાએ નિકુંજને કહેલ કે તું બાઈક કેમ ફાસ્ટ ચલાવે છે. તેમ કઈ તેની જોડે માથાકૂટ કરી હતી. અને ઉશ્કેરાઇ જઇ નિકુંજ ઉપર ચપ્પાથી હુમલો કરી તેને બગલના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી બંને જણા ફરાર થઈ ગયા હતા. ઘાયલ નિકુંજને અમદાવાદની સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...