• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • A Meeting Of Workers Was Held In Kalol Under The Chairmanship Of A Congress MLA; Instructions To The Workers To Convey The Eight Promises Made By The Party To The Public

'મારું બુથ મારૂ ગૌરવ':કલોલમાં કોંગ્રેસ ધારાસભ્યની અધ્યક્ષતામાં કાર્યકરોની બેઠક મળી; પાર્ટીએ આપેલા આઠ વચનો જનતા સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને સૂચના

કલોલ10 દિવસ પહેલા

આગામી વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસ જ રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ પોતાની ગતિવિધિ તેજ કરી દીધી છે. ત્યારે કલોલ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ કમિટી દ્વારા પણ પોતાના કાર્યકરોને એક જૂથ કરી 'મારું બુથ મારૂ ગૌરવ'ના નિર્ધાર સાથે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ સંદર્ભે કલોલના કોંગી ધારાસભ્ય બળદેવજી ઠાકોરની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતના સભાખંડમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી બેઠક યોજવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યકરો કોંગ્રેસે કરેલા કામોની રૂપરેખા રજૂ કરે.
કલોલ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, પ્રભારી મુકેશભાઈ ઉર્ફે મામા સહિતના આગેવાનોએ આજની બેઠકમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો દરેક કાર્યકર જનતા સમક્ષ જઈ કોંગ્રેસે કરેલા કામોની રૂપરેખા રજૂ કરે. સાથો સાથ આગેવાનોએ જનતા સમક્ષ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોંઘવારી, આરોગ્ય, બેરોજગારી, કથડતી શિક્ષણ વ્યવસ્થા, ડ્રગ્સ અને ખેડૂત સંબંધિત વિગતો પણ મૂકી. આમ તો કોંગ્રેસે જ કર્યું હતું અને કોંગ્રેસ જ કરશે તે બાબત જનતા સમક્ષ રજૂ કરવા ભાર મૂક્યો હતો.

પાર્ટીએ આપ્યા આઠ વચનો.
વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કલોલમાં આયોજિત કોંગ્રેસની બેઠકમાં પાર્ટીએ આપેલા આઠ વચનો જનતા સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને પક્ષના આગેવાનોએ સૂચના આપી હતી. તેઓએ જણાવ્યું હતું. કે, કોંગ્રેસના નાગરિક અધિકાર પત્ર સંદર્ભે પ્રત્યેક વ્યક્તિને ₹10 લાખની મફત સારવાર યોજના સાથે તમામ દવાઓ વિનામૂલ્ય આપવામાં આવશે.

અમે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કાયદો લાવશું.
ખેડૂતોનું ₹3 લાખનું દેવું માફ, વીજળીના બિલ માફ, ઘર વપરાશની વીજળીમાં 300 યનિટ માફ, ગુજરાતમાં દસ લાખ યુવક યુવતીઓને સરકારી નોકરીઓમાં ભરતી, સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ, બેરોજગાર યુવાનોને માસિક ₹3,000નું બેરોજગારી ભથ્થું, સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ, દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર ₹5ની સબસીડી, રૂપિયા 500માં ઘરેલું ગેસ સિલિન્ડર, 3000 અંગ્રેજી માધ્યમની સ્કૂલો સ્થપાશે, દીકરીઓ માટે કેજીથી પીજી સુધી મફત શિક્ષણ, કોરોનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારને ₹4,00,000 નું વળતર, આધુનિક સુવિધાઓથી સજ્જ અદ્યતન હોસ્પિટલો બનાવવામાં આવશે. તેમજ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદો અને ડ્રગ્સ માફિયા સામે કડક કાર્યવાહી અને ગુનેગારોને જેલમાં ધકેલવા સહિતની બાબતોની છણાવટ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...