આકસ્મિત મોત:ટ્રેક્ટર ચાલેકે બ્રેક મારતા બાજુમાં બેઠેલો માણસ રોડ ઉપર પટકાતા સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો

કલોલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉવારસદ ગામના વતની ગણપતજી રામાજી ઠાકોરના ભાઈ લાલાજી રામાજી ઠાકોર ઉવારસદ ગામની સીમમાં આવેલા એસ.બી ઈટોના ભઠ્ઠા ઉપર મજૂરી કામ કરીને પોતાનું ગુજરાત ચલાવતા હતા. જેઓ પોતાની મજૂરી અર્થે કામે ગયા હતા. સવારના સાતેક વાગ્યાની આસપાસ નજીકમાં આવેલા ખાંડવાસમાં રહેતા પરેશભાઈ મહોજી ઠાકોર તેમજ ખોડાજી શકરાજી ઠાકોર આ બંને જણા ગણપતજી ઠાકોરના ભાઈ લાલજી ઠાકોરને લઈને ઘરે આવ્યા હતા. જ્યારે ગણપતજી એમના ભાઈ લાલજીને પૂછવાથી જણાવ્યું કે, હું તેમજ પરેશજી તથા ખોડાજી ઉવારસદ ગામની સીમમાં આવેલા એસ.બી ઈટોના ભઠ્ઠા ઉપરથી ઈંટો ભરેલું ટ્રેક્ટર લઈને કલોલ ખાતેના બોરીસણા ગામે આવેલા ભૂમિ ટ્રેડર્સમાં ઉતારવા જતા હતા.

આ સમય દરમિયાન અંદાજિત સવારના 06:00 વાગ્યાની આસપાસ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની આગળ આવેલા શ્રીજી ઘરનારા પાસે સર્વિસ રોડ ઉપર આવતા ટ્રેક્ટર ચાલક પરેશજી મહોજી ઠાકોરે અચાનક જ ટ્રેક્ટરને એકદમ જોરથી બ્રેક મારતા જ લાલજી ઠાકોર રોડ ઉપર પટકાઈ ગયા હતા. જેથી લાલજી ઠાકોરને ઇજાઓ થઈ હતી. તેવું લાલજીભાઈએ તેમના મોટાભાઈ ગણપતજી રામાજી ઠાકોરને જણાવ્યું હતું. તેમ જણાવ્યા બાદ લાલજીભાઈને શરીરે થયેલી ઇજાઓથી લાલજીભાઈને દુખાવો સહન ન થતા તેમના મોટાભાઈ ગણપતજી લાલજીભાઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર મળી રહે તે અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

લાલજીભાઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે લાલજીભાઈને મૃત જાહેર કર્યા હતા. જે બાદ લાલજીભાઈના ભાઈ ગણપતજી રામાજી ઠાકોરે પરેશજી મહોજી ઠાકોર ઉપર કફલત ભરી રીતે ટ્રેક્ટર ચલાવી જોરથી બ્રેક મારતા બાજુમાં બેસેલા લાલજીભાઈને નીચે પાડી દઈ નાની મોટી ઇજા કરી મૃત્યુ નીપજાવી પરેશજી મહોતજી વિરુદ્ધ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી માટે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...