હુમલો:કલોલમાં જેલમાંથી પેરોલ પર આવેલા શખસનો 3 જણ પર હુમલો

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીને દુષ્કર્મના કેસમાં 7 વર્ષની જેલ થઈ છે

કલોલના ટાવર ચોકમાં દુષ્કર્મના આરોપીએ ઉશ્કેરાઈને ત્રણ લોકો પર હુમલો કર્યો હતો. મટવા કુવામાં રહેતા વાજિદ મોહમ્મદભાઈ ઘાંચીએ ટાવર ચોકમાં હુસેનખાન અકબરખાન પઠાણ ઉપર હુમલો કર્યો હતો. આ બાબતે તેઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી મુજબ વાજિદ ઘાંચીએ હુસેનખાનને પોતાની પત્નીને છોડી દે તો બીજી સારી છોકરી સાથે લગ્ન કરાવી આપવાની વાત કરી હતી.

જોકે હુસેનખાને ‘મેં લગ્ન કર્યા છે, હું એને મારી સાથે જ રાખીશ’ કહેતા મામલો બિચકયો હતો. ઉશ્કેરાઈ ગયેલા શખ્સે હુસેનખાનને માર માર્યો હતો, જે બાબતે તેઓએ પોતાના ભાઈઓને વાત કરતાં તેના બે ભાઈઓ સહેજાદખાન અને તાહિરખાન હુસેન ખાનની સાથે વાજિદને ઠપકો આપવા ગયા હતા. ત્યારે ઉશ્કેરાઈ ગયેલા વાજિદને ત્રણેય જણા ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરીને માર મારતા ત્રણે જણાને ઈજાઓ પહોંચી હતી.

તેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે વાજિદ મોહમ્મદભાઈ ઘાંચી સામે ગુનો દાખલ કરીને તપાસ ચલાવી છે. આરોપી વાજિદને સગીરા ઉપર દુષ્કર્મ કરવાના કેસમાં સાત વર્ષની જેલની સજા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...