તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કલોલમાં દેશી તમંચા સાથે મહેસાણાનો શખ્સ ઝડપાયો

કલોલ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કલોલ તાલુકા પોલીસ સ્ટે.માં ગુનો નોંધાયો

કલોલમાં અમૃત હોટલથી તેરસાપરા જવાના રોડ પરથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની કડક સુચનાથી જિલ્લા પોલીસ સક્રિય છે. ત્યારે એલસીબી-1 પીઆઈ જે. જી. વાઘેલાના માર્ગદર્શનમાં ટીમ કલોલ પંથકમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબ અનુપસિંહ તથા કોન્સ્ટેબલ અનોપસિંહને સંયુક્ત રીતે શંકાસ્પદ શંખ્સ અંગે બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમે લીલા કલરનો પ્લાસ્ટીકનો કોથળો લઈને ઉભેલા શખ્સને દબોચી લીધો હતો.

પોલીસે કોથળો ચેક કરતાં અંદરથી હાથ બનાવટનો દેશી તમંચો મળી આવ્યો હતો. શખ્સનું નામ પૂછતાં તે મહેસાણાનો સુરેશસિંહ ઉર્ફે સુરભા ભીખુભા ઝાલા (28 વર્ષ, રહે-કટોસણ ધનપુરા પુંજાભાનો માઢ, જોટાણા) હોવાનું સામે આવ્યું હતું. તેની પાસે એલસીબીએ 2 હજારની કિંમતનો તંમચો જપ્ત કરીને આરોપી સામે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે આરોપી દેશી તંમચો ક્યાંથી લાવ્યો હતો, કયા કામ માટે લાવ્યો હતો, કોઈ ગુનામાં તેનો ઉપયોગ તો નથી કરાયોને તે દિશામાં તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો