તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:કલોલના મોટી ભોયણ સ્થિત દવાની ફેક્ટરીમાં રાત્રે ભીષણ આગ, દવાનાં બોક્સથી આગ ફેલાઈ

કલોલ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
આગમાં કોઈ જાનહાની કે દાઝ્યાના સમાચાર નથી. - Divya Bhaskar
આગમાં કોઈ જાનહાની કે દાઝ્યાના સમાચાર નથી.
 • દવા અને બોક્સ સહિતના સામાનને પગલે આખી ફેક્ટરી આગની લપેટમાં આવી
 • 8 વાગ્યે લાગેલી આગ વહેલી પરોઢે સાડા 3 વાગ્યાની આસપાસ કાબૂમાં આવી

કલોલ તાલુકાના મોટી ભોયણ સ્થિત ફેક્ટરીમાં રાત્રે ભીષણ આગની ઘટના બની હતી. શુક્રવારે આઠ વાગ્યાના સુમારે આગને પગલે કલોલ અને ગાંધીનગર ફાયર બ્રિગેડના સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલ્યુકેશ બાયો મેડિકલ પ્રા. લિ. નામની કંપનીમાં દવા ડિસ્પોઝનું કામ થાય છે, જેના માલિક મેહુલભાઈ કે. કાલરીયા છે. રાત્રે આઠ વાગ્યાના સુમારે અગણ્ય કારણોસર ફેક્ટરીમાં આગ લાગી હતી. દવા અને બોક્સ સહિતના સામાનને પગલે જોતા-જોતા આગની લપેટમાં આખી ફેક્ટરી આવી ગઈ હતી. આગ અંગે જાણ કરતાં તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

જેમાં ફાયરબ્રિગેડે લાખો લીટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. રાત્રે 8 વાગ્યાના સુમારે લાગેલી આગ વહેલી પરોઢે સાડાત્રણ વાગ્યાની આસપાસ કાબૂમાં આવી હતી. જોકે આગમાં કોઈ જાનહાની કે દાઝ્યાના સમાચાર નથી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. નોંધનીય છે કે, પોલ્યુકેશ બાયો મેડિકલ પ્રા. લિ. નામની કંપનીમાં દવા ડિસ્પોઝનું કામ કરવામાં આ‌વી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો