નેશનલ હાઇવે તબેલામાં ફેવરાયો:કલોલમાં રોડ પર ગાયોના ટોળા આવી જતા મુસાફરોને ભારે હાલાકી, સમસ્યાનુ નિવારણ લાવવા માંગ

કલોલ14 દિવસ પહેલા

અમદાવાદથી મહેસાણા જતો હાઈવે નેશનલ હાઇવે નંબર 8 જ્યાં કલોલ અંબિકા બસ સ્ટેશન પાસે ગાયોએ અડીંગો બનાવી લીધો હતો. જેના કારણે મુસાફરોને ભારે હાલાકી પડી હતી. નેશનલ હાઇવે નંબર 8 જેના ઉપર વાહનોનો ઘર્ષણ વધારે હોય છે. જ્યાં આવી રીતે ગાયો દ્વારા રોડનો કબજો કર્યો હોય એવું જણાઈ રહ્યું છે.

નેશનલ હાઈવે ઓથોરિટી ક્યાંકને ક્યાંક પોતાના કામમાં બેદરકારી દેખાઈ રહી હતી. આવી રીતે મેન હાઇવે ઉપર ગાયો દ્વારા હાઇવેનો કબજો લઈ લીધો હોય એવા દ્રશ્યો ઊભા થયા હતા. જેમાં કલોલ નેશનલ હાઇવે નંબર આઠ ઉપર ટ્રાફિક સર્જાયો હતો. જેના કારણે હાઇવે ઉપર ઘણી વાર ભયજનક અકસ્માતો પણ સર્જાયા છે. આવા અકસ્માત ન થાય તે માટે નેશનલ હાઇવે ઓથોરિટીએ જરૂરી પગલાં લેવા જોઈએ. આજુબાજુના વેપારીઓ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે, તેમ છતાં આ સમસ્યાનુ નિવારણ હજુ સુધી લાવી શક્યા નથી.

હાઇવે ઉપર એવા પ્રકારના ગાયોના ટોળા આવી ગયા કે જાણે પૂરો હાઇવે ગાયના તબેલામાં ફેરવાઈ ગયો હોય એવું લાગી રહ્યું હતું. આવા બનાવવામાં ભયજનક અકસ્માત ન થાય તે માટે તંત્રએ જરૂરી પગલાં લેવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...