21 વર્ષથી સામુહિક દિવાળીનું મહોત્સવની ઉજવણી:શ્રી હરિ ઓમ સાર્વજનિક મિત્ર મંડળ દ્વારા કલોલ કપિલેશ્વર મંદિરમાં ભવ્ય દિવાળી મહોત્સવ ઉજવવામાં આવ્યો

કલોલએક મહિનો પહેલા

ભારત વર્ષનો તેમજ હિંદુ સંસ્કૃતિનો સૌથી મોટો તહેવાર એટલે કે દિપાવલી જે કલોલ હરિઓમ સાર્વજનિક મહોત્સવ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 21 વર્ષથી સાર્વજનિક રીતે મનાવી તેમજ ધર્મની એકતા વધારવાનો પ્રયત્ન આ મંડળ દ્વારા કરવામાં આવ્યો છે.

હરિઓમ સાર્વજનિક મહોત્સવ મિત્ર મંડળ દ્વારા હોલિકા પૂજન, કૃષ્ણ જન્મ, ગુરુ પુનમ તેમજ વિવિધ સંપ્રદાયકની શોભાયાત્રાનું સ્વાગત, જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ, રક્તદાન શિબિર, શ્રમજીવીઓને શિયાળામાં ધાબળા તેમજ દિવાળીમાં મીઠાઈ વિતરણ જેવા વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે.

વર્ષ દરમિયાન સૌથી મુખ્ય કાર્યક્રમો સામુહિક રીતે દિવાળીની ઉજવણી કરીને કરવામાં આવે છે. જેમાં આ વખતે 1800 વર્ષ પૌરાણિક કલોલના સુપ્રસિદ્ધ શ્રી કમલેશ્વર મહાદેવ ખાતે ભગવાન શ્રી શિવજી તથા ગણેશજી અને માતા પાર્વતીજી તેમજ લક્ષ્મીજીની પ્રતિમા વાઘબારસથી લાભ પાચમ સુધી રોશનીથી ઝગમગતા મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી. ત્યારબાદ રોજ રાત્રે ભજન સંધ્યા, સુંદરકાંડ, લોક ડાયરો, નાટક, રામલીલા, સ્નેહમિલન જેવા વિવિધ કાર્યક્રમો ની ઉજવણી કરવામાં આવી છે.

મુખ્ય કાર્યક્રમ દિવાળીના દિવસે રાત્રે 9:00 કલાકે સામૂહિક મહા આરતી અને ભવ્ય આકર્ષબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેની દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે પત્ર દ્વારા આ સંસ્થાને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...