બે વ્યક્તિઓને ઈજા:કલોલમાં ડમ્પરે બાઈક વાળાને કચડી ઝૂંપડીયો ઉપર ડમ્પર ચડાવી દીધું; ઘટનાની જાણ થતાં પોલીસ ઇન્સ્પેક્ટર દોડી આવ્યા

કલોલ17 દિવસ પહેલા

કલોલ નેશનલ હાઇવે નંબર 8 ઉપર આવેલી સ્વામિનારાયણ ગુરુકુળની સામેની સાઈડે ડ્રાઇવરે ટ્રક ઉપરથી કાબુ ગુમાવતા બાઈક વાળો તેમજ આસપાસમાં આવેલી ઝૂંપડીઓ ઉપર કોન્ક્રીટ ભરેલું ડમ્પર ચડાવી દેતા અકસ્માત અકસ્માત સર્જાયો હતો.

સર્વિસ રોડ ઉપર ચાલતા બાઈક ચાલકને અડફેટે લીધો
કલોલ નેશનલ હાઇવે નંબર 8 ઉપર સ્વામિનારાયણ ગુરુકુળની સામે સર્વિસ રોડની પાસે રહેતા ઝૂંપડપટ્ટી ઉપર તેમજ સર્વિસ રોડ ઉપર આવતા એક બાઈક ચાલક ઉપર મેન રોડ ઉપરથી મહેસાણા-અમદાવાદ જતો એક ટ્રકના ડ્રાઇવરે અચાનક જ ટ્રક ઉપરથી કાબુ ગુમાવી દેતા હાઇવે ઉપરથી ડિવાઇડર ઉડાડીને સર્વિસ રોડ ઉપર ચાલતા બાઈક ચાલકને અડફેટે લઈ સર્વિસ રોડ ઉપર ઝૂંપડપટ્ટીઓ પર ટ્રક ચડાવી દીધો હતો.

ટ્રક ચાલકમાંથી એક વ્યક્તિને લોકોના ટોળાએ ઝડપી પાડ્યો
ઉલ્લેખનીય છે કે, બાઈક ચાલકને વધુ ઈજાઓ થવા પામી છે. જ્યારે એના સિવાય પણ અન્ય એક વ્યક્તિને ઈજાઓ થઈ છે. બંને વ્યક્તિઓને હાલ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થળ ઉપર તાબડોડ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. ટ્રક ચાલકમાંથી એક વ્યક્તિને લોકોના ટોળાએ ઝડપી પાડ્યો હતો. વધુ મારથી બચાવવા માટે કલોલ પોલીસ તાબડતો સ્થળ ઉપર આવીને ગાડીમાંથી પકડાયેલા વ્યક્તિને બચાવી ધરપકડ કરી જેલના હવાલે કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...