તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:પિયજ ગામના દંપતીએ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો

કલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપઘાતનું કારણ અકબંધ, કલોલ તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી

કલોલ તાલુકાના પિયજ ગામની કેનાલમાંથી દંપતિની લાશ મળી આવી છે. 21 વર્ષના પતિ અને 19 વર્ષીય પત્નીને અચાનક આ પ્રકારે આપઘાત કરતાં પરિવાર પર આભ ફાટ્યું હતું. દંપતિના આપઘાત અંગે હાલ કોઈ કારણ સામે આવ્યું નથી. જોકે કલોલ તાલુકા પોલીસે બંનેની લાશનું પોસ્ટ મોર્ટમ કરાવીને અકસ્માતે મોતની નોંધ કરી છે.

કલોલ તાલુકાના પીયજ ગામે રહેતા માલાજી વેચાતજી ઠાકોર (21 વર્ષ) અને તેની પત્ની હંસાબેન માલાજી ઠાકોર (19 વર્ષ) બંને લોકો કોઈ કારણોસર સોમવારે સાંજે ઘરેથી નીકળી ગયા હતા. પરિવારજનો ચિંતિત થતા બંનેની શોધખોળ કરાઈ હતી. જોકે બંને ક્યાંય મળ્યાન હતા, જેને પગલે દંપતિએ કેનાલમાં ઝંપલાવ્યા હોવાની શંકાએ પરિવારે કેનાલમાં શોધખોળ શરૂ કરાઈ હતી. બંનેની શોધખોળ માટે પરિવારજનોએ બહિયલથી તરવૈયાઓ બોલાવ્યા હતા. ત્યારે મોડી સાંજે દંપતિની લાશ મળી આવી હતી.

નાની ઉંમરે બંનેના મોતને પગલે પરિવાર પર આભ ફાટ્યું હતું. કેનાલમાંથી બંનેની લાશ બહાર લાવતા જ પરિવારને રોકકડ શરૂ કરી દીધી હતી. સમગ્ર મુદ્દે કલોલ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે દંપતિની લાશોનું પોસ્ટમોર્ટમ કરાવીને અકસ્માત મોતની નોંધ કરી હતી.

દંપતિના આપઘાત અંગે હાલ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું હતું. બંનેની અંતિમવિધિ સહિતની લૌકિકક્રિયાએ પછી પોલીસ દ્વારા આ અંગે પરિવારજનોનો નિવેદન લેવાશે. જે બાદ દંપતિના આપઘાતનું કોઈ ચોક્કસ કારણ સામે આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...