કલોલમાં સોર્ટ સર્કિટથી ભડાકા થયા:કોબ્રા સર્કલ પાસે સ્ટ્રીટ લાઇટમાં તણખા ઝરતાં સ્થાનિકે જાણ કરી છતાં તંત્ર લેટ પહોંચ્યુ; સ્થાનિકોમાં ભારે રોષ

કલોલ25 દિવસ પહેલા

કલોલ નગરપાલિકા દ્વારા કલોલ અંબિકા હાઇવે અને શહેરના મુખ્ય માર્ગ પર સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી છે. જેમાં કોબ્રા સર્કલ પાસે ગઈકાલે રાત્રે 8 વાગ્યા પછી કોઈ કારણોસર સોટૅ સર્કિટથી મોટા પ્રમાણમાં તણખા થવા લાગ્યા હતા. લોકોની સમય સૂચકતાને કારણે મોટી ઘટના બનતી અટકી હતી. જોકે કલોલ જી.ઈ‌.બી તંત્રને આ ઘટના બાબતે જાણ કરવામાં આવી હતી. ત્યારે તંત્રએ તપાસ કરી આગળની કામગીરી હાથ ધરી હતી.

તંત્રને ઘટનાની જાગૃત નાગરિક દ્વારા કમ્પ્લેન કરવામાં આવી
કલોલ કોબ્રા સર્કલ પાસે કલોલ નગર પાલિકા દ્વારા નાખવામાં આવેલા સ્ટ્રીટ લાઈટના વીજ તારોમાં સોર્ટ સર્કિટના કારણે આગના ભડાકા થયા હતા. તંત્રને આ ઘટનાની જાગૃત નાગરિકો દ્વારા કમ્પ્લેન કરવામાં આવી હતી. જોકે તંત્રને પહોંચતા થોડુક લેટ થયું હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

કલાકો સુધી કોઈપણ રીપેર કરવા ન આવ્યું
સ્ટ્રીટ લાઇટમાં સોર્ટ સર્કિટની ઘટના કલોલ અંબિકા બસ સ્ટેન્ડથી કલોલ શહેરમાં પ્રવેશવાનો, કલોલ શાળા-કોલેજમાં આવવાનો તેમજ પંચવટી વિસ્તારમાં જવાનો મુખ્ય માર્ગ છે. આમ, આ રસ્તા પર લોકો અને વાહનની અવર જવર તેમજ ટ્રાફિક વધારે રહે છે. આ ઘટના અંગે કલોલ નગર સત્તાવાળાઓને જાણ કરવામાં આવી હતી. છતાં એક કલાક કરતાં વધુ સમય સુધી કોઈપણ રીપેર કરવા આવ્યું ન હતું.

મોટી દુર્ઘટના ટળી
આ કોબ્રા સર્કલ પાસે લોખંડની ઝાળી હોવાના કારણે કોઈ વ્યક્તિ કે વાહન આ સાથે સ્પર્શ થાય તો મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સર્કલ પર બેઠેલા નાગરિકો દ્વારા વીજ પોલ અને જાળીથી દુર ચાલવા વાહનો દૂર રાખવાની સૂચના આપતા હતા. જેથી મોટી કોઈ દુર્ઘટના ઘટે નહીં. રાહદારીને ધ્યાન તેમજ માલનું કોઈ નુકસાન થાય નહીં.

અન્ય સમાચારો પણ છે...