દુર્ઘટના:કલોલની ઓમ શાંતિ રેસિડેન્સીમાં 6 વર્ષીય બાળક છઠ્ઠા માળેથી પટકાયો

કલોલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલોકની ઓમ શાંતિ રેસીડેન્સીમાં રહેતો 6 વર્ષીય બાળક રમતા રમતા છઠ્ઠા માળેથી નીચે પટકાતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઓમ શાંતિ રેસિડન્સીમાં A- ૬૦૪,છઠ્ઠા માળે રહેતા બ્રિજેશ સિંગ નો પુત્ર શ્રેયાંશ(ઉ.વ 6) છઠ્ઠા માળે પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો.

તે દરમિયાન શ્રેયાંસનો પગ લપસતા સીડીમાંથી અચાનક નીચે પટકાયો હતો. તેના કારણે તેના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. શ્રેયાંસ ના શરીર પર ગંભીર ઇજાઓ થઇ હોવાથી સૌપ્રથમ તેને સારવાર માટે કલોલની રાજેશ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેને ઇજા વધુ થઇ હોવાને કારણે વધુ સારવાર માટે અમદાવાદની કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ શ્રેયાંસ ની હાલત સ્થિર જણાતા તેના માતા-પિતાએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...