ચોરી:રાંચરડા ગામના પ્રકૃતિ ફાર્મમાંથી 93,500ની ચોરી

કલોલ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇટો, મોટર પંપ, 300 ફૂટ ઇલેક્ટ્રિક વાયર તથા પાણીની 2 ટાંકીની ચોરી

રાંચરડા ગામના પ્રકૃતિ ફાર્મમાંથી 93,500ની ચોરી થયાની સાંતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં સિંધુ ભવનની સામે આવેલા સત્યમ ક્રિસ્ટલમાં રહેતા 65 વર્ષિય યોગેશભાઇ ઓચ્છવલાલ શાહ એકસાઇઝ ખાતામાં ગેઝેટેડ ઓફિસર તરીકે નોકરી કરતા હતા. અને હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. જેઓએ 1997માં કલોલ તાલુકાના રાંચરડા ગામે આવેલા પ્રકૃતિ ફાર્મામાં પ્લોટ નં.2 ખરીદ્યો હતો. આ પ્લોટનું ચારે બાજુ બાઉન્ટ્રીવોલ બનાવેલ છે.

તેમણે આ પ્લોટમાં એક ઓરડી બનાવી પાણીનો બોર બનાવ્યો હતો. તા.27-12-2020ના રોજ તેમણે મકાનનું કામ બનાવવાનું હોઇ ત્રણ ટ્રક ઇટો, બે ડમ્પર રેતી તથા સિંન્ટેક્ષની 500 લીટરની બે ટાંકીઓ તથા 1.5 હોર્સ પાવરની મોટર પંપનો સેટ નંખાવેલ હતો.

ગત તા.14 ફેબ્રુઆરી 2022ના રોજ સવારના સમયે તેઓ પોતાના મકાનના કોન્ટ્રાકટર ચેતનભાઇ પરમાર સાથે પ્રકૃતિ ફાર્મ પર મકાનનું કામ ચાલુ કરવા માટે આવ્યા હતા. તે દરમિયાન પ્લોટમાં મુકેલ ઇટો, રેતી, મોટર પંપ, 300 ફુટનો ઇલેકટ્રીક વાયર, બે સિન્ટેક્ષની ટાંકી સહિત પ્લાસ્ટીકની પાઇપો સહિત 93,500ના મુદ્દામાલની ચોરી થયાનું જણાતા તેમણે સાંતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...