પત્તાપ્રેમીઓના ખેલમાં ખલેલ:કલોલના નાના ઠાકોરવાસમાં ખુલ્લી જગ્યામાં પત્તાની બાજી માંડીને બેઠેલા 9 ઝડપાયા; કુલ રૂ. 10 હજારથી વધુનો મુદ્દામાલ ઝબ્બે

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કલોલ નાના ઠાકોરવાસમાં ખુલ્લી જગ્યામાં પત્તાની બાજી માંડીને 9 શખ્સો પૈસાની હાર જીતનો જુગાર રમતા ઝડપાયા હતાં. શખ્સો જુગાર રમતા હતા તે સમયે તેમના ખેલમાં ખલેલ પહોંચાડવા કલોલ શહેર પોલીસ તાબડતોડ સ્થળ ઉપર ફિલ્મી ઢબે પહોંચી ગઈ હતી. કલોલ શહેર પોલીસના ફરજ બજાવતા પી.એસ.આઇ એન.બી ચૌધરી તેમજ બાબરભાઈ ખોડાભાઈ તેમજ સ્ટાફે ખાનગી રાહે બાતમી મળતા નાના ઠાકોર વાસને ચારે દિશાથી ઘેરી લીધો હતો. અને અલગ અલગ ચારે દિશામાંથી ફિલ્મી સ્ટાઇલમાં પોલીસે એન્ટ્રી કરી હતી.

રૂપિયા 10 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપાયો
પોલીસને નાના ઠાકોરવાસમાં દાખલ થતા જોઈ. શકુનિઓમાં નાસભાગ થઈ ગઈ હતી. જેમાંથી અમુક પોલીસના સકંજામાં આવી ગયા હતા. સ્થળ ઉપર જઈને પોલીસે જોયું તો ગંજાપાના પાના વેરવિખેર હાલતમાં પડ્યા હતા અને ભારતીય ચલણી નોટો પણ વેરવિખેર હાલતમાં મળી આવી હતી. જેમાં પોલીસે 10 હજારથી વધુનો મુદ્દામાલ આ જુગારીયાઓ પાસેથી ઝડપી પાડ્યો હતો.

જુગારની બાજી માંડીને બેઠેલા 9 પત્તાપ્રેમીઓ
(1) યુનુસભાઇ મહંમદભાઈ મેમણ ( રહે : કડી જીલ્લો : મહેસાણા )

(2) આકાશભાઈ રોહિતભાઈ દંતાણી ( દંતાણી વાસ, સાગર મંડપની પાસે )

(3) રમેશભાઈ અમરશીભાઈ ભંગી ( વિહા નો વાડો, ગાયનો ટેકરો )

(4) પ્રધાનજી છનાજી ઠાકોર ( નાનો ઠાકોર વાસ, કલોલ )

(5) મહેશજી શંભુજી ઠાકોર ( નાનો ઠાકોર વાસ, કલોલ )

(6) દિનેશજીભાઈ લાલભાઈ દંતાણી ( દંતાણી વાસ, કવિતા સ્કૂલ સામે )

(7) મેઘાજી ચતુરજી ઠાકોર ( જમનાદાસ ની ચાલી, બારોટ વાસ કલોલ)

(8) નરેન્દ્ર દિનેશભાઈ ખમાર ( ભોયરા વાળો વાસ, કલોલ )

(9) હસનભાઈ સિકંદરભાઈ શેખ ( ઊંડો વાસ, કલોલ શહેર પોલીસ સ્ટેશન સામે)

એમ કુલ 9 શખ્સોને પકડીને કલોલ શહેર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...