તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડો:કલોલ તાલુકાના વિવિધ વિસ્તારમાંથી જુગાર રમતા 9 શખસ ઝડપાઈ ગયા

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બલરામ શોપિંગ સેન્ટરના ધાબા પર તથા બાલવા ફાટક પાસે જુગાર રમતા હતા

કલોલ પંથકમાં જુગારના શોખીન લોકો જુગારની જમાવટ જમાવતા હોય છે. આ અંગે જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ આવા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી છે. જેમાં બાલવા ગામે ફાટક પાસે તેમજ બોરીસણા રોડ પર બલરામ શોપીંગ સેન્ટરના ધાબા પરથી જુગાર રમતા 9 શખ્સોને 22450 ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. કલોલ તાલુકા પી.આઇ કે.કે. દેસાઇ ની સુચના મુજબ હે.કો. ઉદયભાઇ પો.કો. સંજયસિંહ, અશોકભાઇ સહિતનો સ્ટાફ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે બાલવા ગામ રેલ્વે ફાટક પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યો છે.

જે બાતમીના અધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમી રહેલા ચતુરજી અમથાજી ઠાકોર , દશરથજી છગનજી ઠાકોર, શ્રવણજી ભુદરજી રોળીયા, જવાનજી ઉર્ફે ટીનાજી જોરાજી ઠાકોર તેમજ મહાદેવ દેશળાલભાઇ વાવેચા તમામ રહે. બાલવા તા.કલોલ ને જુગાર રમવાના સાધન સાહિત્ય સહિત રોકડા રૂ.10,650 સાથે ઝડપી પાડયા હતા. બીજા બનાવમાં કલોલના હે.કો. તખતસિંહ, સુનીલભાઇ પો.કો. મેધરજભાઇ બોરીસણા ગરનાળા પાસે પેટ્રોલિંગ કરી રહ્યો હતો. ત્યારે બાતમી મળી હતી કે બોરીસણા પેટ્રોલપંપ પાસે બલરામ શોપિંગ સેન્ટરના ધાબા ઉપર કેટલાક શખ્સો ભેગા મળી જુગાર રમી રહ્યા છે.

જે બાતમી ના આધારે પોલીસે દરોડો પાડ્યો જેમાં જુગાર રમી રહેલા નીકુલ રઅવિંદભાઇ પટેલ રહે. સ્વામિનારાયણ મંદીર વાસ, પ્રતાપપુરા કલોલ, મહેશ કશુધનભાઇ મિસ્ત્રિ રહે. સોમનાથનગર વિભાગ -1 કલ્યાણપુરા કલોલ, ભાર્ગવ રાજેન્દ્રકુમાર ભટ્ટ રહે. વિજયનગર-1 કલ્યાણપુરા કલોલ તેમજ મીતેષ કિશોરભાઇ પટેલ રહે. શક્તિ ટેનામેન્ટ ધાટલોડીયા અમદાવાદ ને જુગાર રમવાના સાધન સાહિત્ય સહિત રોકડા રૂ. 11,800 સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ તમામ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...