તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વડસર ગામમાંથી દારૂની 82 બોટલ મળી : આરોપી પલાયન

કલોલ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલોલ હાઈવે પર રિક્ષામાં લઈ જવાતા દેશી દારૂ સાથે 1 ઝડપાયો: તાલુકામાં દારૂની હેરાફેરીના વધતા બનાવો

કલોલના વડસરમાંથી એક શખ્સના ઘરેથી દારૂની 82 બોટલ મળી આવી હતી જ્યારે આરોપી ફરાર થઈ ગયો હતો.

સાંતેજ પીઆઇ વી એસ માંજરીયાના માર્ગદર્શન હેઠળ સાંતેજ પોલીસ પ્રોહિબીશન તેમજ જુગાર સહિતની અસામાજીક પ્રવૃતિ ડામવા માટે કમર કસી છે. જેમાં પેટ્રોલીંગ કરી રહેલી પોલીસને બાતમી મળી હતી કે વડસર ગામ આવેલ મકવાણાવાસમાં રહેતો અરવિંદજી ચેહરાજી ઠાકોર વિદેશી દારૂનો વેપાર કરે છે.

પોલીસે દરોડો પાડયો હતો. જેમાં રૂ. 1440ની વિદેશી દારૂની નાની મોટી બોટલો તેમજ બીયરના ટીન મળી કુલ 82 નંગ મળી આવ્યા હતા. ત્યારે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આ અંગે પ્રોહિબિશનનો ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. કલોલ શહેર અને તાલુકામાં છેલ્લાં કેટલાંક સમયથી દારૂની હેરાફેરીના બનાવોમાં વધારો થયો છે.ત્યારે તે અંગે પગલાં લેવા માગ થઈ છે.

કલોલમાં 75 લિટર દેશી દારૂ પકડાયો
કલોલ શહેર હાઈવે પરથી એક રિક્ષામાં દેશી દારૂ ભરી લઈ જવાઈ રહ્યો છે. તેવી બાતમી શહેર પોલીસને મળતા પોલીસે જનપથ પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી રિક્ષા આવતા પોલીસે આડાશ ગોઠવી તેને અટકાવી હતી. અને રિક્ષાની તલાસી લેતાં તેમાંથી રૂ.1500 ની કિંમતનો 75 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ અંગે દેશી દારૂ તેમજ રિક્ષા મળી કુલ 11,500નો મુદ્દામાલ કબજે કરી રિક્ષાચાલક અમિત બાબુભાઈ રાવળ રહે. મહેસાણાના મોઢેરા ચોકડી પાસે હરિહરનગર સોસાયટીની બાજુમાં આવેલ છાપરામાંને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવથી ભારે ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...