ક્રાઇમ:આરસોડીયામાં 8, ભોયણ રાઠોડ ગામેથી 3 જુગારી ઝડપાયા જ્યારે 3 ભાગી છૂટ્યા

કલોલ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જામળામાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

કલોલનાના આરસોડીયા ગામે 8 જુગારી ઝડપાયા હતા. તાલુકા પોલીસે બાતમીના આધારે આરસોડીયાના લક્ષ્મીનગરમાં રેડ કરી હતી. જેમાં જુગાર રમી રહેલા ગામના પટેલવાસમાં રહેતાં સંજયભાઇ પટેલ, ચિરાગભાઇ પટેલ, લક્ષ્મીનગર સોસાયટી ખાતે રહેતાં દક્ષેશકુમાર પટેલ, હાર્દિકકુમાર પટેલ, નીખીલ પટેલ, જીગ્નેશકુમાર પટેલ, શ્રીજીકૃપા સોસાયટી ખાતે રહેતાં યોગેશભાઇ પટેલ અને ખડકીવાસમાં રહેતાં ભરતભાઇ પટેલ જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે જુગાર રમવાના સાહિત્ય સહિત રોકડા 15,220 જપ્ત કરી તમામ વિરૂદ્ધ જુગારધારાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. જ્યારે કલોલના જામળા ગામે વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં જામળામાં રહેતો ભરતજી શંકર વરલી મટકાનો જુગાર રમાડવાના સાધન સાહીત્ય સહિત 1370 સાથે ઝડપાયો હતો. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ ગાંધીનગરના ભોયણ રાઠોડ ગામે પેથાપુર પોલીસે ગામની સીમમાં આવેલા ખેતરમાં રમાતા જુગાર પર દરોડો પાડી રોહિતસિંહ વાઘેલા, શુભમસિંહ ચૌહાણ અને પંકજસિંહ રાઠોડ ઝડપાયા હતા. જ્યારે ચંદ્રસિંહ ચૌહાણ, વિષ્ણુજી ઠાકોર અને કડીના ડાંગરવાનો દશો રબારી નાસી છૂટ્યા હતા. ઝડપાયેલા જુગારીઓ અને ઘટના સ્થળેથી પોલીસે 2 મોબાઈલ, 1 બાઈક અને રોકડ મળી કુલ 17,280નો મુદ્દામાલ કબ્જે લઈ તમામ સામે જુગારધારાનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...