તપાસ હાથ ધરાઈ:રાંચરડા પાસે થી 60 લીટર દેશી દારૂ અને કલોલમાં વિદેશી દારૂ ઝડપાયો

કલોલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાંચરડા ગામે ત્રણ રસ્તા પાસે રીક્ષામાં દેશી દારૂ લઇ જવાય છે. તેવી બાતમીના આધારે સાંતેજ પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન રીક્ષા આવતા પોલીસે તેને અટકાવી તલાસી લેતા તેમાંથી રૂ.1200ની કિમતનો 60 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રીક્ષા, મોબાઇલ તેમજ દેશી દારૂ મળી કુલ 1,56,200ના મુદ્દામાલ સાથે રીક્ષા ચાલક ઇમરાન મહમદ સલીમકાદરી રહે.રૂસ્તમમીલ કંમ્પાઉન્ડ દુધેશ્વર ગુરૂદ્વારાની સામે માધુપુરા અમદાવાદને ઝડપી પાડ્યો હતો.

પ્રાથમિક તપાસમાં આ દેશી દારૂ તેને કડી તાલુકાના પલાસર ગામના અંબાલાલ ઠાકોર પાસેથી લાવેલ હોવાનું કબુલ્યુ હતું. પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે શહેર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતી ત્યારે હે.કો વિપુલભાઇને બાતમી મળી હતી કે કલોલ પાનસર ત્રણ રસ્તા પાસે જુના જકાતનાકા પાસે આવેલ ઠાકોર વાસમાં રહેતા દશરથજી ચંદુજી ઠાકોર ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખી તેનો વેપાર કરે છે.

જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં બાતમીવાળા ઘરે તલાસી લેતા ઘરમાંથી વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂના 96 નંગ બોટલ તેમજ 24 ટીન બિયર મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ.12000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન ગુનેગાર હાજર મળેલ ન હતો. પોલીસે આ અંગે દશરથજી વિરૂધ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...