તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગર એલસીબી -2 ના પી.આઈના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પ્રોહીબીશન તેમજ જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે એલસીબી પોલીસ જવાન જોગીંદરસિંગ, સુરેશભાઈ, દિલીપસિંહ સહિતનો સ્ટાફ કલોલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાને બાતમી મળી હતી કે, છત્રાલની સીમમાં સુરેશભાઈ કાળીદાસ પટેલના એરંડાના ખેતરમાં લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતાં બીપીન મણિલાલ પટેલ (રહે. શ્રીનાથ સોસાયટી છત્રાલ), તુષાર ડાહ્યાભાઈ પટેલ (રહે.મોટોમઢ છત્રાલ), પ્રદીપ હિંમતભાઈ પટેલ (રહે. મહાકાળી નગર રોડ છત્રાલ), મીહીર ગોરધનભાઈ પટેલ (રહે. મોટોમઢ છત્રાલ), મહેન્દ્ર મનસુખભાઈ દેત્રોજા (રહે. છત્રાલ) તેમજ સંજય બળદેવભાઇ પટેલ (રહે. છત્રાલ)ને દાવ પરથી રોકડા રૂ. 21,100 તેમજ અંગજડતીમાંથી રોકડા રૂ 41,000 અને રૂ. 37,000ના 3 બાઈક/એક્ટીવા તેમજ રૂ.43,500ના 6 મોબાઇલ સાથે કુલ રૂ.1,41,600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.