તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કલોલના મોટી ભોયાણ ગામમાં જુગાર રમતાં 4 શખ્સ ઝડપાયા

કલોલએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કલોલના મોટી ભોયાણ ગામે ચાલતા જુગાર ઉપર સાંતેજ પોલીસે દરોડો પાડી અત્રે જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી લીધા હતા અને તેમની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

સાંતેજ પોલીસને બાતમી મળી હતી કે મોટી ભોયાણ ગામે ઊંડા વાસમાં રહેતા વિજયજી મંગાજી ઠાકોર પોતાના ઘરની આગળ ખુલ્લી જગ્યામાં માણસો બોલાવી જુગાર રમાડે છે. તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા વિહાજી ચંદુજી ઠાકોર, દિનેશ અંબારામ ઠાકોર, રમણજી કાળાજી ઠાકોર વિજયજી મંગાજી ઠાકોર ને ઝડપી લીધા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા 1,130 જપ્ત કર્યા હતા અને તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો