કાર્યવાહી:મોટીભોયણમાંથી પાંજરામાં કેદ કરાયેલા 4 પોપટને બચાવાયા

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સદભાવના ફાઉ.ના સભ્યોએ પોપટને સારવાર માટે મોકલ્યા
  • ​​​​​​​અસહ્ય ગરમી અને વ્યવસ્થાના ​​​​​​​અભાવના કારણે પોપટની હાલત ગંભીર રીતે ખરાબ થઈ ગઈ હતી

કલોલમાં કાર્યરત સેવાભાવી સંસ્થાને તાલુકાના મોટી ભોયણ ગામે ચાર પોપટો પાંજરામાં પુરી રખાયાની બાતમી મળતા તેઓએ વન વિભાગ સાથે સ્થળ તપાસ કરી પોપટોને બચાવી સારવાર માટે મોકલી આપ્યા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ તાલુકાના મોટી ભોયણ ગામ એક મકાનમાં ગેરકાયદે રીતે પોપટો ને પાંજરામાં પુરાયા હતા. જેની જાણ જાગૃત નાગરીક દ્વારા સદભાવના ફાઉન્ડેશનને કરવામાં આવી હતી કે એક ફળની દુકાન તથા આજુબાજુનાં રહેવાસીઓના ઘરમાં દેશી પોપટ પાંજરામાં પુરીને રાખવામાં આવ્યા છે.

તેવી જાણ થતાં જ સદભાવના ફાઉન્ડેશન ના મેમ્બરો રણજીતસિંહ, રવિ ઠાકોર, કેતન ઠાકોર, હિતેષભાઈ પરમાર અને કલોલ વનવિભાગ ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રિયાંક પટેલ સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા ચાર દેશી પોપટ દયનીય સ્થિતિમાં મળી આવ્યા હતાં. જે શેડયુલના પક્ષી હોઈ વનવિભાગ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યા હતા.

અસહ્ય પડી રહેલ ગરમી અને વ્યવસ્થાના અભાવ ના કારણે પોપટ ની હાલત ગંભીર રીતે ખરાબ થઈ ગઈ હતી. જેથી તેમને સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા. તેમજ આ પ્રકારે બીજા પક્ષીઓ કેદ કરવામાં આવ્યા છે કે કેમ તે માટે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...