સવલત:કલોલમાં બનનારા 30 લાખ લિટરના સમ્પનું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ઇ-ખાતમુહૂર્ત કરાયું

કલોલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
30 લાખ લીટરનાં સંપનું ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
30 લાખ લીટરનાં સંપનું ભૂમિપુજન કરવામાં આવ્યું હતું.
  • નગરજનોને 1 કરોડના ખર્ચે નવી સુવિધા મળતી થશે
  • આવનારા સમયમાં પ્રાથમિક જરૂરિયાત રૂપે આ વિસ્તારમાં રસ્તા સહિતનાં અનેકવિધ અનેક વિકાસ કામોને અમલમાં મૂકવામાં આવશે

કલોલ શહેરનો વધી રહેલો વ્યાપ તથા વધતી વસ્તીને ધ્યાનમાં લઇને પાણીની જરૂરીયાત સતત વધી રહી છે. ત્યારે ગુરૂવારે રેલ્વે પુર્વમાં વોર્ડ નં 11 ખાતે ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બનનારા સમ્પનુ ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. રૂ. 1 કરોડના ખર્ચે આ સુવિધા તૈયાર કરવામાં આવનાર છે.

કલોલમાં 6ઠ્ઠી જાન્યુઆરીનાં રોજ યોજાયેલા 30 લાખ લીટર પાણીનાં સંપની કામગીરીનાં ભૂમિપુજન પ્રસંગે ભારતીય જનતા પાર્ટીનાં કલોલ શહેર સંગઠનનાં અધ્યક્ષ જે કે પટેલ, પ્રદેશ મંત્રી નિલેશભાઇ આચાર્ય, જિલ્લા મંત્રી ભરતભાઇ સોલંકી, કલોલ પાલીકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ સહિતનાં પક્ષનાં હોદેદારો તથા કાર્યકરો હાજર રહ્યા હતા. ભાજપ આગેવાનોનાં જણાવ્યાનુંસાર આ સંપથી રેલ્વે પૂર્વમાં વર્ષોથી ચાલતી પાણીની સમસ્યાનો અંત આવશે અને પુરતા પ્રમાણમાં પાણી મળશે.

સાથે સાથે આવનારા સમયમાં પ્રાથમિક જરૂરીયાત રૂપે આ વિસ્તારમાં રોડ-રસ્તા સહિતનાં વિવિધ વિકાસ કામોને અમલમાં મુકવામાં આવશે. તદુપરાંત ચોખ્ખુ પાણી વધુ ઘરો સુધી પહોચાડવા પાણીની પાઇપલાઇનો પણ મુકવાનો પણ પ્રોજેકટ છે.

અન્ય સમાચારો પણ છે...