તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:હાજીપુરમા જુગાર રમતા 3 જુગારી ઝડપાયા : 2 ફરાર

કલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 1,14,070ના મુદ્દામાલ જપ્ત કર્યો

સાંતેજ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે હાજીપુર ગામની સીમમાં વાંસજડા(ઢ) તરફ જતા રોડ ઉપર કાચા પાણીના કાસની કિનારે આવેલ ચંદુજી માસંગજી ઠાકોરના કાચા છાપરાની બહાર બાવળના ઝાડ નીચે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. જે બાતમી આધારે સાંતેજ પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. જ્યાં જુગાર રમી રહેલા સતીષ સોમાભાઈ પટેલ રહે. સુથારવાસ, ઊચીછેરી, અણદેસણ, તા.કડી, જિ.મહેસાણા, નારણજી માસંગજી ઠાકોર રહે. હળવદી સોસાયટી, હાજીપુર તા.કલોલ, વિક્રમજી માલાજી ઠાકોર રહે. માઢવાસ, હાજીપુર તા.કલોલને રોકડા રૂપિયા 4070 તથા ચાર બાઈક કિંમત રૂ.1,10,000 તેમજ જુગાર રમવાના સાધન સાહિત્ય સહિત કુલ 1,14,070ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પોલીસને આવતી જોઈ નરેશ મુળજીભાઈ પરમાર, ચંદુજી માસંગજી ઠાકોર બન્ને રહે. હાજીપુર નાશી છુટયા હતા. પોલીસે પકડેલ 3 આરોપી સહિત ફરાર 2 વિરુધ્ધ જુગાર ધારાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ ફરાર આરોપીઓની શોધખોળ પણ કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...