કલોલ શહેર પોલીસ સ્ટેશનનાં પીઆઇ ઓ.બી.મજગુલનાં જણાવ્યાનુંસાર પીએસઆઇ ડી.કે.ઠાકોર તેમની ટીમ સાથે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે અહેકો તખતસિંહને બાતમી મળી હતી. કે ત્રણ આંગળી સર્કલે રાજેશજી ધનાજી ઠાકોર , મહેશજી રામાજી ઠાકોર (બંને રહે મોનાભાનો વાસ, સઇજ, કલોલ ) તથા રાહૂલજી ઉમેશજી ઠાકોર (રહે સઇજ, અયોધ્યાનગર) નંબર પ્લેટ વગરનાં 3 એક્ટીવા સાથે મળી આવ્યા છે.અને એક્ટીવા ચોરીના હોવાની શક્યતા છે.
પોલીસે ત્રણેય અક્ટીવા સાથે શખ્સોને પોલીસ સ્ટેશન લાવીને એક્ટીવાનાં એન્જીન નંબર તથા ચેચીસ નંબરનાં આધારે તપાસ કરતા એક અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી, બીજુ સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તથા ત્રીજુ મહેસાણા એ ડીવીઝન વિસ્તારમાંથી ચોરાયેલુ હોવાનું ખુલ્યું હતુ. સંબંધીત પોલીસ સ્ટેશનોમાં ચોરી અંગેનાં ગુના પણ દાખલ થયેલા હતા. જેના પગલે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને ત્રણેય એક્ટીવાની કિંમત રૂ. 90 હજાર ગણીને આરોપીઓ તથા મુદ્દામાલ સંબંધીત પોલીસ સ્ટેશનોને સોંપવા કામગીરી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.